________________
- ૨૨૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો (૫) એક દ્રવ્યાર્થિક દ્રષ્ટિ જુદી લઈને અને બન્ને દ્રષ્ટિઓને અક્રમથી એક સાથે નિરૂપણ કરવું હોય તે નિત્ય તથા અવકતવ્ય જ કહી શકાય.
(૬) એજ રીતે પર્યાયાર્થિક દ્રષ્ટિ જુદી લઈને અને બને દ્રષ્ટિ અકમથી સાથે લઈને વિચાર કરતાં અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય.
(૭) બન્ને દ્રષ્ટિને કમથી સાથે લઈને તેમજ અકમથી સાથે લઈને વિચાર કરતાં નિત્ય, અનિત્ય, તથા અવરક્તવ્ય જ કહી શકાય.
આ પ્રમાણે સપ્તભંગીના પ્રથમ ભંગમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા અને પર્યાયાર્થિક નયની ગૌણતા છે. બીજા ભંગમાં પર્યાયાર્થિક નયની પ્રધાનતા અને દ્રવ્યા યાર્થિક નયની ગૌણતા છે. ત્રીજા ભંગમાં દ્રવ્યાયાર્થિક નયની અને પર્યાયાર્થિક નયની બન્નેની સમાનતાની સુનિશ્ચિત માન્યતા છે. ચેથા ભંગમાં બન્ને નયેની અપ્રધાન્યતા ગૌણતા છે. પાંચમા ભંગમાં દ્રવ્યાર્થિક નયની પ્રાધાન્યતા તથા યુગપત્ ઉભયનયની ગૌણતા છે. છઠ્ઠા ભંગમાં પર્યાયાર્થિક - નયની પ્રાધાન્યતા તથા યુગપત્ ઉભય નયની ગૌણતા છે. સાતમા ભંગમાં બન્ને પૃથક પૃથક નાની પથપૃથક રીતે પ્રધાનતા અને યુગપત્ ઉભયનયની ગૌણતા છે.
આત્મસ્વરૂપની યથાર્થતા આ સપ્તભંગીને માત્ર કઈ એક ભંગથી નહિ, પરંતુ સાતે ભંગીની સમૂહાત્મક - વ્યાખ્યા પૂર્વક જ સમજાય છે. આ બધી હકિત આપણને
સ્પષ્ટ નિર્દેશ એ જ કરે છે કે, દરેક વસ્તુને સંગત અપે