________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
૨૧૯
એ ત્રણ મૂળભંગા થતાં જ ખાકીના પણ ભંગા ખની જાય છે.
હવે આત્મા અંગે આ સપ્તભ`ગી નીચે પ્રમાણે વિચારી શકાય છે. જેમકે આત્મા નિત્ય છે, અનિત્ય છે, અવક્તવ્ય છે, નિત્ય તથા અનિત્ય છે, નિત્ય તથા અવકતવ્ય છે, અનિત્ય તથા અવકતવ્ય છે, નિત્ય–અનિત્ય તથા અવક્તવ્ય છે.
(૧) આત્મા ગમે તેટલી જુદી જુદી દશાએ અનુભવે છતાં એ તત્ત્વરૂપે તા કયારેય નવા ઉત્પન્ન થતે નથી અને તદ્ન નાશ પામતા નથી. તેથી દ્રવ્યાર્થિ ક દ્રષ્ટિએ નિત્ય જ છે.
(૨) એ જ રીતે તત્ત્વરૂપે અનાદિ અનંત હેાવા છતાં નિમિત્તાનુસાર જુદી જુદી દશાઓ અનુભવે છે, તેથી તે પર્યાયાર્થિક દ્રષ્ટિએ અનિત્ય જ છે.
એક એક દ્રષ્ટિ લઈ તેના વિચાર કરતાં તે તેને નિત્ય પણ કહી શકાય અને અનિત્ય પણ કહી શકાય.
(૩) પણ એ બન્ને દ્રષ્ટિએ એક જ સાથે અક્રમે તેનું નિરૂપણ કરવું હાય તેા શબ્દ દ્વારા એમ કરવું શકય જ નથી; તેથી એ અપેક્ષાએ તેને અવકતવ્ય જ કહી શકાય.
(૪) બન્ને દ્રષ્ટિ સાથે લાગુ પાડી ક્રમથી નિરૂપણ કરવું હાય, તે તેને એ અપેક્ષાએ, નિત્ય તથા અનિત્ય જ, એમ કહી શકાય.