________________
૨૧૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે બુદ્ધિ અને વિવેકપૂર્ણ ગાંભીર્ય, એ ગુણને જૈન તત્વવેત્તાઓએ ખાસ આવશ્યક ગણ્યા છે.
હવે સપ્તભંગીની સ્પષ્ટ સમજણનો અને તેની ઉપગીતાનો સાચે ખ્યાલ, ઉપરોક્ત દ્રષ્ટાંતદ્વારા આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ.
સપ્તભંગી એ જીવનના અધ્યાત્મ સંગોમાં પણ અજબ ઉપયોગી નીવડી શકે છે પરસ્પર અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મોનું કથંચિત્ એકતાવગાહન કરી, વસ્તુમાં અનેક ધર્માત્મક્તા સિદ્ધ કરવા, એ જ સપ્તભંગી આપણને સમુહાત્મક રીતે સતત વસ્તુબોધમાં સહકારી બની શકશે.
આ સપ્તભંગી પૈકી કોઈ એક ભંગદ્વારાજ વસ્તુની પૂર્ણતા, યા, સત્યતા માની બેસનાર દર્શનો એકાંતવાદી કહેવાય. તેવી પૂર્ણતા યા સત્યતાને વાસ્તવિક પૂર્ણતા યા સત્યતા કહેવાય જ નહિં. તેની સ્પષ્ટતા કરવાથી અહીં લખાણને વિસ્તાર બહુજ વધી જાય. માટે અહિં તે કોણ કયા એક ભંગથી જ વસ્તુનું સ્વરૂપ સ્વીકારી લે છે, તેને જ નિર્દેશ કરીએ છીએ.
(૧) સત્યકાર્યવાદી સાંખ્ય દર્શન, પદાર્થના સર્વદા અસ્તિત્વને જ સ્વીકારે છે.
(૨) શૂન્યવાદી માધ્યમિક બૌદ્ધદર્શન, પદાર્થનાનાસ્તિત્વનેજ નક્કરપણે માને છે.
(૩) અસત્ કાર્યવાદી તૈયાયિક દર્શન, પદાર્થની ઉત્પત્તિ પહેલાં અભાવ (નાસ્તિત્વ) તથા પદાર્થની ઉત્પત્તિ