________________
૨૧૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે (૨) આરપીના વકીલનું બચાવનામું જોઈને બીજે એક અભિપ્રાય આવે છે કે “આરોપી ગુન્હેગાર નથી.”
(૩) તહોમતનામાની અપેક્ષાએ તથા બચાવનામાની અપેક્ષાએ તટસ્થ ન્યાયાધીશ નેંધે છે કે “આપી ગુન્હ ગાર છે અને નથી.”
(૪) આ સંયોગમાં ચુકાદો આપવાનું કામ “અવકતવ્ય છે. ચૂકાદા વિષે કંઈ કહી શકાય નહિ.
(૫) ફરીયાદી પક્ષના સાક્ષીઓની જુબાની નોંધાય છે, અને આરોપીને વકીલ એમની ઉલટ તપાસ લે છે. સાક્ષીએની જુબાની જોતાં આરોપી ગુન્હેગાર છે, પરંતુ ઉલટ તપાસ કરતાં એ ગુન્હેગાર છે, એ ચૂકાદો આપી શકાય
તેમ નથી. એટલે આરોપી ગુન્હેગાર છે, પણ ચૂકાદા વિષે કંઈ કહી શકાય નહિ.
(૬) બચાવપક્ષના સાક્ષીઓની જુબાની નેધાય છે, અને સરકારી વકીલ એમની ઉલટ તપાસ કરે છે. આ સાક્ષીઓની જુબાની જોતાં આરોપી ગુન્હેગાર નથી, પરંતુ ઉલટતપાસ જોતાં એ ગુન્હેગાર નથી એ ચૂકાદો આપી. શકાય તેમ નથી, એટલે આરોપી ગુન્હેગાર નથી. પણ ચૂકાદા વિષે કંઈ કહેવાય નહિ.
(૭) ફરિયાદ પક્ષનો કેસ મજબુત રીતે રજુ થયો છે. બચાવ પક્ષ તરફથી પણ એવી જ રીતે આરોપીના લાભમાં સંગીન રજુઆત થઈ છે. એટલે ચુકાદા વિષે હજુ કંઈ છેવટનો નિર્ણય ન્યાયાધીશ સાહેબે કર્યો નથી, એટલે