________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
૨૧૩
હવે ચારી થઈ છે, તે ચારી તે એક કિકત છે. એક નિશ્ચિત હકિકત તરીકે એ વાત રજુ કરવામાં આવી છે. સવાલ હવે આરેાપીના મચાવને આવે છે. એના બચાવ એના વકીલના હાથમાં છે. એમની સામે ફરીયાદ પક્ષના સરકારી વકીલ છે. તેએ બન્ને મળીને, સામસામા ઉભા રહીને, ન્યાયાધીશ સમક્ષ આ કેસ ચલાવવાના છે. પેાત પોતાની વાત રજુ કરવાના છે. આ કેસમાં ફરિયાદપક્ષ તથા અચાવ પક્ષ તરફથી સાક્ષીએ પણ તૈયાર છે. કેસ ચાલવા ટાઇમે સૌ પોતપાતાની વાતને રજુ કરે છે. ન્યાય પૂર્વક ચૂકાદો આપવાનું કામ ન્યાયાધીશનુ છે. તેએ રજુ કરાતી કોઈપણ કિકતને ( એક વાતને ) એકાંત નિશ્ચય તરીકે સ્વીકારી લેતા નથી. તટસ્થતાપૂર્વક દરેકની દરેક બાબતને સ્યાદ્વાદ દ્રષ્ટિથી સાંભળે છે. આરોપી ચાર હેાવાનું પૂરવાર કરવા, ફરીયાદી પક્ષ મહેનત કરી રહ્યો છે. આરેપીને નિર્દોષ પૂરવાર કરવા તેને હેાશિયાર અને કાનુન નિષ્ણાત વકીલ પૂર્ણ સાવધાન છે. આ બધામાં સત્ય શું છે? એ વાતને નિર્ણય કરીને નિષ્પક્ષ ચૂકાદો આપવાનું કામ સૌથી છેલ્લે ન્યાયાધીશ સાહેબે કરવાનુ છે. આ કેસની કાર્યવાહી દરમ્યાન ન્યાયાધીશ સાહેબ સમક્ષ, નીચે મુજબ ભિન્ન ભિન્ન ચિત્ર રજી થાય છે.
(૧) ફિરયાદ પક્ષ તરફથી રજુ કરવામાં આવેલુ તહેામતનામું વાંચીને એક અભિપ્રાય આપે છે કે “ આરેપી ગુન્હેગાર છે. ”