________________
૨૧૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ભાવની ચારે અપેક્ષાઓ આ કેસને લાગુ પડે છે. (૧) વીસ હજાર રૂપિયાની નેટનું બંડલ તે દ્રવ્ય (૨) જે લતામાં ચોરી થઈ છે, તે લતો અને ચરીને બનાવ જ્યાં બન્ય તે મકાન તે ક્ષેત્ર (૩) બપોરના બે વાગે ચેરી થઈ છે, તે કાળ અને (૪) પૈસાને નિરર્થક લેભની વૃત્તિ તે ભાવ.
આપીએ એક હોશિયાર અને ખ્યાતીવંત વકીલ રાખી લીધું છે. તે ઉપરના સગે તથા હકિકતને લક્ષ્યમાં લઈને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાઓ વડે યુક્ત એ કેસ તૈયાર કરે છે.
(૧) ચેરી આપીએ કરી નથી તે દ્રવ્ય (૨) આપી. બનાવવાળા લતામાં ગયે જ નથી તે ક્ષેત્ર (૩) બપોરના બે વાગ્યાના ટાઈમે આરોપી બનાવવાળા સ્થળેથી અન્ય સ્થળે હતે એના સાક્ષી પૂરાવા છે, એ કાળ અને (૪) આપી તે ઉઠાંતરી કે ચેરી કરે તે માણસ નથી. તેનું જીવન ન્યાયપાજીત લક્ષ્મી પ્રાપ્ત કરવાના નિયમવાળું, બિન ઉડાઉ, અને કરકસરીઉં છે. એની જીંદગીમાં વેપારધંધામાં પણ કેઈન એક પૈસો પણ ઓળવ્યું નથી તેવી તેની શાખ છે, એ ભાવ.
ઉપર જણાવેલા અને ચતુષ્ટયોમાં જેની ચોરી થઈ છે, તે માટે જે સ્વચતુષ્ટય છે, તે આપી માટે પર ચતુષ્ટય બની જાય છે. અને આરેપી માટે જે સ્વચતુષ્ટય છે, તે ચેરી અંગે પરચતુષ્ટય બની જાય છે.