________________
૨૧૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
(ઊ ભય ) ચતુષ્ટયને એકી સાથે ખ્યાલમાં રાખીને એકી સાથે વર્ણન કરી શકાય તેમ નથી.
ભંગ-છઠ્ઠો : સ્વાસ્નાયેવ ચાર વસ્તથૈવ ઘટ: યાત્+ન+ અસ્તિ+એવ,+સ્યાત્+અવક્તવ્ય:+ચ-એવ-ઘટઃ અર્થાત્ કથ ચિત્ ઘડો નથી જ અને કથંચિત્ અવક્તવ્ય છે જ આમાં પરચતુષ્ટયની અપેક્ષાએ ઘડા નથી, એવુ' ચાક્કસપણે નક્કી થાય છે. પરંતુ સ્વ-પર ચતુષ્ટયયની જુદી અપેક્ષાથી ઘડા અવક્તવ્ય છે એવું બીજું ચેાસ વિધાનપણ તેમાં ઉમેરાય છે. એટલે “ ઘડા નથી અને અવક્તવ્ય છે” એવી એક સ્વતંત્ર વાત આ ભગમાં કહેવામાં આવી છે.
ભગ સાતમા : ચાપ્તિ નાપ્તિ અવત્તવ્યથૈવ ઘટ: યાત્+ અસ્તિ+ન+અસ્તિ+અવક્તવ્ય: ચ એવ ઘટઃ । અર્થાત્ ક ચિત્ ઘડે છે, નથી, અને અવક્તવ્ય છે જ.
આ સાતમા ભંગમાં (૧) સ્વચતુષ્ટય (૨) પરચતુષ્ટય (૩) સ્વપર ચતુષ્ટયની યુગપતૂ કથન કરવાને લગતી અપેક્ષા ત્રયીને આધીન રહીને, આ સાતમા ભગદ્વારા “ ઘડે છે, નથી, અને અવક્તવ્ય છે. ” એવી એક સળંગ સ્વતંત્ર વાત જ થઈ.
આ સપ્તભંગીની હક્તિ નહિ સમજી શકનારને તે અટપટી અને નિક માથાફોડી જેવી લાગે છે. તેમ છતાં તે કેવળ અધ્યાત્મક્ષેત્ર પૂરતી જ નહિં, પરંતુ અધ્યાત્મ અને વ્યવહાર એમ બન્ને ક્ષેત્રોમાં દરેક ખાખતની સત્ય અને પૂર્ણ માહીતી પ્રાપ્ત કરવાની અજબ ચાવી રૂપ છે.