________________
૨૦૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો આ ત્રીજ-ભંગમાં સામાન્ય રીતે તે પહેલા તથા બીજા ભંગના સરવાળા જેવી વાત ભલે દેખાય, પરંતુ એ સરવાળે નથી. એ એક “ ત્રીજી નિશ્ચિત” વાત છે. આ ત્રીજો ભંગ, અહિં એક એવી વાત કરે છે, જે વાત, પહેલા તથા બીજા, ભંગમાં કહેવામાં આવી નથી. વસ્તુમાં જે ભિન્નભિન્ન સ્વરૂપ હોય છે, તે જુદાજુદા સ્વરૂપના સમૂહ કે સરવાળા સમા હોતા નથી. સ્વતંત્ર હોય છે. એ વાત તે આપણે અનુભવથી જાણીયે છીએ. કદાચ સરવાળે હોય તે પણ એનું સ્વરૂપ જુદું જ હોય છે. કેઈ બે રંગેની મેળવણીથી જ્યારે ત્રીજોરંગ તૈયાર થાય છે, ત્યારે એને આપણે “બે રંગનું મિશ્રણ એ નામથી નહિં, પણ ત્રીજા જ નામથી ઓળખીયે છીએ. એ વાત તે સૌને અનુભવની છે. એ રીતે સ્વચતુષ્કની. અપેક્ષાથી “છે,” અને પર ચતુષ્કની અપેક્ષાથી નથી,” એવી બે વાતને ભેગી કરીને “છે અને નથી” એવી ત્રીજી વાત જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે એ સરવાળે મટી જાય છે. અને ત્રીજી એક નિશ્ચિત વાત બની જાય છે. “છે” નું અસ્તિત્વ અને “નથી” નું નાસ્તિત્વ એ બન્નેને સ્થાને
છે અને નથી” એવા એક ત્રીજા નિર્ણયનું અસ્તિત્વ અહિં પ્રગટ થાય છે.
ભંગ થ : ચાદ્રવ્ય gવ ઘટઃ સ્યાહૂ+ અવક્તવ્ય + એવઘટ : ! એ કહે છે કે કવચિત્ ઘડે અવક્તવ્ય જ છે. અહીં અવક્તવ્ય એટલે વાણી યા શબ્દો દ્વારા જેનું વર્ણનન થઈ શકે તેવે.