________________
૨૦૬
આત્મવિજ્ઞાન–ભાગ ૨ જે એકેય રીતની વિચારણું છૂટી શકતી નથી. આ સાત રીતે થતી વિચારણા એ જ સપ્તભંગી છે. એ સપ્તભંગી એ જ સ્યાદ્વાદ છે.
કોઈપણ પદાર્થ ય હકિકત અંગે ઉદ્ભવતી જિજ્ઞાસાનું સમાધાન ઉપરોક્ત સાત રીતે થાય છે. સામાન્ય બુદ્ધિથી ભલે કદાચ તેને ખ્યાલ ન આવે, પણ સમાધાનની એ સાતે તરકીબેને ક્રમ કુદરતી રીતે જ વર્તતે રહે છે. માટે એ હકિકતને કઈ દ્રષ્ટાંત દ્વારા જરા બુદ્ધિગમ્ય બનાવીએ. જૈનતત્વવેતાઓએ એ હકિકતની સમજ, ઘડાના દ્રષ્ટાંતે સરલ બનાવી છે.
ભંગ-૧ લે : વાત્સ્યા : આમાં સ્થાઅસ્તિ એવ+ઘટઃ એ ચાર શબ્દનું મિલન છે. એને અર્થ એ થાય છે કે “કથંચિત્ ઘડો છે જ.”
અહિં એક વાત ફરી સમજી લઈએ કે દરેક ભાગમાં “સ્થાત્ ” અને “એવી” એ બન્ને શબ્દો હશે જ. તે બને શબ્દોથી દરેક ભાગમાં સમજી લેવું કે (૧) જે જે ભંગમાં “હા કે ના” અંગે જે હકિકત કહેવાય તેની સાથે સાથે બીજી અપેક્ષાઓનું ગર્ભિત સૂચન અને, (૨) જે અપેક્ષાએ જે વસ્તુસ્થિતિ કહીયે છીએ તે વસ્તુસ્થિતિનું અવશ્ય અસ્તિત્વ, એ બાબતે સાથે લઈને જ ચાલવું. એટલે હવે વારંવાર તેની સ્પષ્ટતા નહિં કરીએ. વળી આ સપ્તભંગીને પ્રત્યેક ભંગ તે સાપેક્ષ છે, માટે દરેક ભંગમાં સ્વચતુષ્ક અને પરચતુષ્કરૂપ અપેક્ષા પૂર્વક વિચારણા વર્તે