________________
અપેક્ષા અને સપ્તભંગી
૨૦૫ સમજી તે શકે છે, પણ તેને સ્પષ્ટ વ્યક્ત સમજાવવા માટે કે કહેવા માટે શબ્દ નથી. એટલે પદાર્થ, સ્વ–પર એમ બને અપેક્ષાએ એક સાથે અય નથી, ય તે છે, પણ વક્તવ્ય–કહી શકાય તે નથી. અવક્તવ્ય છે. આટલું સ્વરૂપ જ્યારે સમજાય, એટલે સ્વદ્રવ્યાદિ અને પર દ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ એક સ્વરૂપ નથી પણ અનેક સ્વરૂપ છે, એ નક્કી સમજાઈ જાય. સ્વ અને પરના ભેદે એક—બે નથી, પણ અનંતા છે. એટલે વસ્તુનાં સ્વરૂપ પણ એક-બે નથી, પણ અનંત છે. જેટલાં જેનાં સ્વરૂપે તેટલા તેના અંશે હોય છે. અર્થાત્ વસ્તુ અનંત અંશાત્મક છે. તેમાં વસ્તુના એક અંશને આશ્રયીને સ્વસ્વરૂપે વિચારવામાં આવે, અને બીજા અંશ આશ્રયીને સ્વ–પર એમ ઉભય સ્વરૂપે વિચારવામાં આવે, ત્યારે સંપૂર્ણ વિચારણા “અસ્તિ—અવક્તવ્ય” કહેવાય. જે અંશ, સ્વ–સ્વરૂપે વિચાર્યા છે, તે અંશને આશ્રથીને “અસ્તિ” છે. અને જે બીજા અંશને આશ્રયીને ઉભયસ્વરૂપે વિચાર કર્યો છે, તે અંશ “અવક્તવ્ય છે. આજ પ્રમાણે એક અંશને પર સ્વરૂપે વિચારવામાં આવે, અને બીજા અંશને ઉભયસ્વરૂપે વિચારવામાં આવે ત્યારે તે. વિચારણા “નાસ્તિ અવક્તવ્ય” ગણાય. તેવી જ રીતે એક અંશને સ્વ–પર સ્વરૂપે જુદો જુદો વિચારવામાં આવે, અને બીજા અંશને ઉભયસ્વરૂપે એક સાથે વિચારવામાં આવે ત્યારે તે વિચારણું “અસ્તિ-નાસ્તિ—અવક્તવ્ય” કહેવાય છે.
કેઈપણ પદાર્થનું યથાર્થ પૂર્ણ સ્વરૂપ સમજવામાં કોઈપણ વિચારણા ઉપરોક્ત સાત રીતે જ વતે છે. તેમાંની