________________
hominuman
આત્મવિજ્ઞાન-ભાગ ૨ સપ્તભંગીમાં અસ્તિ-નાસ્તિ શબ્દો આવે છે, તેને અર્થ છે અને નથી” એ થાય છે. સર્વ દ્રવ્ય, સ્વપોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ છે, અને સ્વ સિવાયના પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ નથી. અહિં સ્વની અપેક્ષાએ હોવાપણું અને પરની અપેક્ષાએ નહિં હોવાપણું, તે વસ્તુ સ્વરૂપ સમજવાનું બીજ છે. જે સ્વરૂપે જે પદાર્થ છે, તે સ્વરૂપે તે પદાર્થ છે જ. અને જે સ્વરૂપે જે પદાર્થ નથી તે સ્વરૂપે તે નથી જ. દધિત્વ અવસ્થાને પ્રાપ્ત ગોરસ, તે છાશ સ્વરૂપે નથી. વિશ્વમાં જે એક જ સ્વરૂપ હોય અને પરસ્વરૂપ ન જ હોય તે, કોઈપણ દેખાતા પદાર્થ છે જ” એમ કહેવાત. પણ એમ નથી. વિશ્વ એકરૂપ નથી. અનેક સ્વરૂપ છે. એથી જ વિશ્વમાં સ્વ અને પર એમ બે વિકલ્પ પડે છે. સ્વ-સ્વરૂપે દરેક ભાવમાં
અસ્તિત્વ છે. અને જે સમયે તેમાં અસ્તિત્વ છે, તે જ સમયે તેમાં પરસ્વરૂપે “નાસ્તિત્વ” છે. એટલે વસ્તુ
અસ્તિ-નાસ્તિ” સ્વરૂપ છે. વસ્તુને–પદાર્થને સ્વ અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિચારવામાં આવે તે વસ્તુ
છે અને નથી,” એવું સ્પષ્ટ ભાન થશે. અહિં “છે” અને “નથી” એ બને એવા વિરોધી છે કે તે બન્નેને એક સાથે એક જ શબ્દમાં સમજાવી શકાતા નથી. એટલે સ્વ દ્રવ્યાદિ અગર પર દ્રવ્યાદિ એ બન્ને અપેક્ષાઓ મુખ્ય રાખીને દ્રવ્ય-પદાર્થ શું છે? તેને એક શબ્દમાં ખુલાસો સમજ હોય તે “અવક્તવ્ય” શબ્દ છે. અર્થાત્ પરિણત થયેલી બુદ્ધિ સ્વપર અપેક્ષાએ પદાર્થ શું છે? એ મનમાં