________________
~~
~
~~~~
~~~~~~~~~~
~
૨૦૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે. ~~ આંશિક સત્યમાં આવે છે. પરંતુ “સ્યા ” સિવાય “જ” કારથી અસ્તિ-નાસ્તિની વિચારણા કરનાર મિથ્યા છે.
સપ્તભંગીને સાતે ભંગમાં લાગુ કરાતા “સ્યાત” અને “એવ” (જ) એ બને શબ્દો, તે તે પ્રત્યેક વિધાનેને સાપેક્ષ અને નિશ્ચિત બનાવી રાખે છે. સ્યાદ્વાદમાં સંદિગ્ધ કે સંદેહ વાહકને ભ્રમ પેદા કરનારને આ “એવ (જ)” શબ્દ સ્પષ્ટ નિશ્ચિતતા બતાવે છે. આપણું અન્ય. વ્યવહારિક ભાષામાં પણ “જ” અને “પણ” એ બે શબ્દો અનિયંત્રિતપણે વપરાય છે. એ બન્ને શબ્દો ચોક્કસ અર્થ ધરાવે છે.
માટે સપ્તભંગીના પ્રત્યેક ભંગમાં કોઈ એક બાબતની, કઈ એક સ્થિતિને સ્પષ્ટપણે દર્શાવે છે. અને એવ” (જ) શબ્દ તે ચોક્કસ સ્થિતિ પૂરતે એને અર્થ સ્પષ્ટ અને નિશ્ચિત હવાનું પ્રગટ કરે છે. પરંતુ એ સ્થિતિની ચોક્કસતાને વિચાર કરતી વખતે એની બીજી સ્થિતિઓ, બીજી અવસ્થાઓ, અને બીજાં સ્વરૂપ પણ હોય છે. એ વાતનું સ્પષ્ટ સૂચન પણ કરાવવું આવશ્યક હોવાથી એ “સ્યાતશબ્દ વપરાય છે. આ “સ્યાત્ ” શબ્દને પ્રવેગ જે ન થાય તે તે શબ્દ વિના સ્પષ્ટ થનારે નિર્ણય, અનેકાંતાત્મકના બદલે એકાતાત્મક બની જાય. પછી આપણે પણ એ વસ્તુની બીજી કઈ અવસ્થાને વિચાર કરવાનું માંડી વાળીએ. એના પરિણામે એક તરફથી આપણે નિર્ણય એકાંતિક અને બેટો બની