________________
૨૦૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો સ્યાદ્વાદ યા અનેકાંતવાદને સમજવા માટે પૂર્વે કહેલું નય-નિક્ષેપ તથા દ્રવ્યાદિ ચતુષ્ક, દ્રવ્ય, ગુણ, અને પર્યાય, અને હવે અહિં વિચારતું આ સપ્તભંગીનું વિજ્ઞાન, બહુ જ વિલક્ષણ છે. આ બધી હકિકતના જાણકાર હોય કે અજાણ હોય, તે પણ દરેક જણ દરેક વખતે આધ્યાત્મિક ક્ષેત્રમાં યા પિતાના વ્યવહારમાં તેને ઉપયોગ કરતા જ હોય છે, કરે જ પડે છે. સહજ સ્વભાવે દરેક પ્રસંગે બન્યા જ કરે છે. તેના વિના વિશ્વના વ્યવહારે ચાલી શકતા જ નથી. માટે જ તેનું વિવેચન જેવું હોવું જરૂરી છે, તેવું જૈનશાસ્ત્રોમાં મળી આવે છે. આ સપ્તભંગીનાં નામ નીચે મુજબ છે. તે સાત ભાંગાઓમાં દર્શિત હોવાથી તેને સપ્તભંગી કહેવાય છે.
(૧) સ્થા–અતિ (૨) સ્થા-નાસ્તિ (૩) યાતઅસ્તિ-નાસ્તિ (૪) સ્યા-અવકતવ્ય. (૫) સ્યાત્ –અસ્તિઅવક્તવ્ય (૬) સ્યાત-નાસ્તિ—અવક્તવ્ય (૭) સ્યાહૂ–અસ્તિ નાસ્તિ–અવક્તવ્ય.
ઉપરના સાત ભંગ એક અપેક્ષાને આશ્રયીને એકજ પદાર્થ યા હકિકતની વિચારણા જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને કરવામાં આવે તે ઉપરની સપ્તભંગી જેવી કેટલીયે સપ્તભંગી થાય. વળી, સ્વ અને પર, દ્રવ્ય, ક્ષેત્ર-કાળ અને ભાવના સામાન્ય ભાંગાઓ પણ કરેડે થાય. વિશેષ ભંગ તે અનંતા થાય. પરંતું સર્વ સાધારણ સપ્તભંગી તે ઉપર જણાવી એ પ્રમાણે છે. તેનાથી અન્ય સપ્તભંગીઓ વિચારી શકાય છે.