________________
અપેક્ષા અને સપ્તભંગી અંગેના પ્રયત્નમાં વિપરીત પરિણામ આવે, એ સર્વને અનુભવસિદ્ધ વાત છે. આ કારણે વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષામાં જ્યારે “સ્વ” શબ્દ ઉમેરાય છે, ત્યારે તેથી “અસ્તિ” એટલે “છે,” એ નિર્દેશ થાય છે. અને “પર” શબ્દ ઉમેરાય છે, ત્યારે તેથી “નાસ્તિ” એટલે “નથી” એ નિર્દેશ થાય છે.
આપણું વ્યવહારમાં, ભાષાના ઉપગ સમયે આ દ્રવ્યચતુષ્ક અને સ્વ-પર શબ્દને વારંવાર ઉપગ ભલે ન થતું હોય, છતાં પણ આપણા વ્યવહાર વર્તનમાં આંતરીક રીતે પણ તે અપેક્ષાઓપૂર્વક જ કામ ચાલે છે. આ ચારે આધારો (અપેક્ષા)ની, એના ચાર સ્વ-સ્વરૂપની અને ચાર પરસ્વરૂપની વિશેષ વિચારણા હવે સપ્તભંગીની હકિકત સાથે સમજીએ. સપ્તભંગી
કોઈપણ વસ્તુને ઓળખવા, તપાસવા, સમજવા, તથા વસ્તુ અને હકિકત અંગેને સચોટ નિર્ણય પ્રાપ્ત કરવા, પ્રશ્ન દ્વારા પ્રાપ્ત થતી ઉત્તરની પ્રક્રિયાની તરકીબે. સાત પ્રકારે હોવાનું જૈનશાસ્ત્રકારોએ બતાવ્યું છે. એ સાત તરકીબે એટલે, વસ્તુ યા હકિતને નિર્ણય કરવા માટેની અર્થાત્ “હા યા “ના” અગર “છે યા “નથી” ની, સાબીતી માટેની સાત વિધિ. તેને સપ્તભંગી તરીકે ઓળખાવી છે.