________________
અપેક્ષા અને સપ્તભંગી
૧૯૭ છીએ. વેપારીને ચોકખું કહી દઈએ છીએ કે દામ ભલે તું વ્યાજબી લે, પરંતુ માલ, સારી વસ્તુમાંથી બનેલો સારા સ્થાને [કારખાનામાં) બનેલે, તાજે બનેલે, અને મને મનપસંદ ઉપયોગી બની રહે તે આપજે.
કાપડીયાની દુકાને કાપડની ખરીદી વખતે (૧) તે કાપડના વણાટમાં વપરાયેલ સુતરની જાત (૨) મીલનો માર્ક (૩) પડતર કે નવું (૪) ગરમ, સુતરાઉ કે અન્ય જાતિનું કે અમુક કલરનું, એ ચારે અપેક્ષાપૂર્વક કાપડ ખરીદનાર છેતરાતા નથી. આ ચારે બાબતે, આપણે જે જાતિનું કાપડ ખરીદી રહ્યા હોઈએ છીએ, તેના અંગે જ તપાસીએ છીએ. જે સુતરની જાત, મીલ, નવા-જુનાપણું, અને રંગની અપેક્ષા આપણે કરીએ છીએ, તે, દુકાનમાં પડેલા અન્ય જાતિના કાપડમાં લાગુ પડતી નથી. કારણ કે તેમાં જાતફેર હોય છે. જાતફેર ન હોય તે મીલફેર હોય છે. મીલફેર ન હોય તે વણાટના ટાઈમફેર હોય છે. અને ટાઈમફેર ન હોય તે રંગફેર હોય છે. એટલે એ ચારે બાબતે અગર ચાર કરતાં ઓછી બાબતેની ભિન્નતામાં આપણી ઉપયોગીતા ન ગણાય. જ્યાં ભિન્નતા છે, ત્યાં પરપણું ગણાય. અને ચારે બાબતો અભિન્નપણે અર્થાત્ સરખારૂપે હોય તે સ્વપણું ગણાય. સ્વ અને પર પૂર્વકની દ્રવ્યાદિ ચારે અપેક્ષાઓનું ધ્યાન નહિં રાખતાં માત્ર કાપડ લેવું છે, એ ધારણામાં તે “ ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવી સ્થીતિ બની જાય. કાપડના ભાવની ભિન્નતા પણ આ અપેક્ષાઓને જ અનુલક્ષી ને હોય છે. એ રીતે પ્રત્યેક વસ્તુની નિર્ણયતામાં આઠ અપેક્ષાઓ રખાય. એટલે દ્રવ્યાદિ ચાર અને