________________
૧૯૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એ ચારેમાં પ્રત્યેકના (૧) સ્વ અને (૨) પર, એમ બબ્બે ગણતાં આઠ ભેદ થાય.
અહિં કેઈને શંકા થાય કે આ દ્રવ્યાદિ અપેક્ષા ચતુષ્કમાં સ્વ અને પરને ઉપગ કરવાની શું જરૂર?તેનું સમાધાન એ છે કે, સ્વ અને પરેને ભેદ સ્વીકારવામાં ન આવે તે વસ્તુના યથાર્થ સ્વરૂપમાં ગોટાળો થઈ જાય. જેમ કે પીત્તળના ઘડાની જરૂરીયાતવાળે માણસ, પીત્તળના બદલે એલ્યુમીનમાંથી બનાવેલ ઘડો લઈને ચાલ્યા જાય તે નિરર્થક જ ગણાય. તેમાં દ્રવ્યની અપેક્ષાએ પરાણું છે. એવી રીતે ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાઓ પૈકી કઈ એક કે વધુ વિપરીત અપેક્ષાવાળો ઘડો લઈ આવનારે પણ ભૂલ કરી કહેવાય.
વાસણની દુકાને જઈને પૂછે કે ઘડો છે? તો વેપારી કહે છે કે હા છે! પછી વળી પૂછે કે પીત્તળનો છે! ત્યાં પીત્તળના ઘડા તે વેપારી ન રાખતા હોય તે કહે કે “નથી.” આમ ઘડાના સંબંધમાં તે વેપારીએ “હા અને ના” અર્થાત્ “એ” અને “નથી”, એવા બે પરસ્પર વિરૂદ્ધ શબ્દનો ઉપયોગ કરવામાં ધાતુની ભિન્નતારૂપ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની અપેક્ષા સમજવી. એ અપેક્ષાનું ધ્યાન ન હોય તે કોઈને બદલે કોઈ અન્ય ધાતુને યા જાતિને ઘડ આપી દેવાય. એવી રીતે ક્ષેત્ર-કાળ અને ભાવમાં પણ સ્વ, અને પરપણું વિચારી તેની ઉપયોગીતાને ખ્યાલ કરે.
વસ્તુની ઉપયોગીતા અને અનુપયેગીતાના કારણે દ્રવ્ય ચતુષ્કમાં સ્વ અને પરને પૂરે ખ્યાલ ન રખાય તે વસ્તુ