________________
૧૯૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ (૩) કાળની અપેક્ષાની વાતમાં તે તે વસ્તુના ઉદ્દભવ અગેને, પરિણમનનો, અસ્તિત્વને તથા કાર્ય કરવા અંગેનો કાળ સમજવો. તેમાં પણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે.
(૪) ભાવની અપેક્ષાના નિર્ણયમાં પ્રત્યેક વસ્તુના પિત પિતાના ગુણધર્મ અને સ્વભાવ ઈત્યાદિનો વિચાર કરે. અહિં પણ વિવેક બુદ્ધિના ઉપગની આવશ્યકતા છે, જેમ કે કાળ અથવા લાલરંગ તે ઘડાનો ભાવ છે. ગળપણ તે સાકરને ભાવ છે. રૂપ અને કુરૂપ તે મનુષ્યનો બાહ્યભાવ છે. સદ્દગુણ યા દુર્ગુણ તે મનુષ્યનો આંતરિક ભાવ છે.
વળી આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં “સ્વ અને પર” ને પણ ખ્યાલ હોવો જોઈએ. “સ્વ” અર્થાત્ પિતાનું. એટલે જે વસ્તુ અંગે કહેતા હોઈએ તે અંગેનું. અને “પર” એટલે જે વસ્તુ અંગે કહેતા હોઈએ તેનાથી અન્ય દ્રવ્યનું. આ બધી હકિક્ત સધ્ધરતાથી સમજવા માટે દ્રષ્ટાંત દ્વારા, એક વસ્તુને જુદી જુદી અપેક્ષાએ કેવી રીતે નિર્ણય થાય છે, તે જોઈએ.
સૌને અનુભવ છે કે આપણે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય ત્યારે, (૧) તે વસ્તુ કેવા માલમાંથી બનાવી છે? (૨) કઈ જગ્યાની બનેલી છે ? (૩) નવી છે કે જુની ? (૪) જે હેતુ અને પસંદગી પૂર્વક લેવી છે, તે હેતુપયોગી ભાવવાળી છે કે નહિ ? આ ચારે બાબતે પ્રત્યે આપણે પૂરૂં લક્ષ રાખીયે છીએ. એ ચારે બાબતે અંગે તે વસ્તુની પૂરી ચકાસણી કર્યા પછી જ આપણે વસ્તુને ખરીદીએ