________________
૧૪ અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
દુનિયામાં વસ્તુ એકની એક જાતની હોવા છતાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની ભિન્ન ભિન્ન અપેક્ષાથી જુદી જુદી દેખાય છે, જુદી જુદી બની જાય છે. માટે વસ્તુ અંગેની હકીકતમાં દ્રવ્યાદિ ચારે અપેક્ષાઓનું લક્ષ્ય હોવું જોઈએ. કઈ પણ વસ્તુનો નિર્ણય કરતી વખતે આપણે વિચાર શ્રેણિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ, એ ચાર બાબતેને જે આધિન ન હોય તે વસ્તુ અંગે નિર્ણય, સંદિગ્ધ બની જાય છે. માટે વસ્તુ અંગે નિર્ણય કરવા માટેના અતિ આવશ્યક એવા આધાર સ્થંભ સમા આ ચાર શબ્દોને અને તેની ઉપગિતાને બરાબર સમજવી જરૂરી ગણાય. એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એટલે શું? તે વિચારીએ.
(૧) દ્રવ્યની અપેક્ષામાં જે વસ્તુની વાત કરતા હોઈએ તે વસ્તુના આધારભૂત દ્રવ્યને લક્ષ્યમાં લેવું. જેમકે ચપ્પનું મૂળ દ્રવ્ય, લેખંડ, કાપડનું મૂળ દ્રવ્ય, સુતર; પેંડાનું મૂળ દ્રવ્ય, માવે અને ખાંડ, દાગીનાનું મૂળ દ્રવ્ય, સોનુંરૂપું; ઘડાનું મૂળ દ્રવ્ય, માટી, ઈત્યાદિ.
(૨) ક્ષેત્રની અપેક્ષામાં વિવક્ષિત પદાર્થને તે સમયે રહેવાનું અગર તે પદાર્થ બનાવટનું સ્થળ, ઈત્યાદિ વિવેકપૂર્વક વિચારવું.