________________
નિક્ષેપ સંબંધ અને ચોથામાં તે વસ્તુ યા વ્યકિતના વર્તમાનમાં વિદ્યમાન ગુણધર્મને ઉલ્લેખ, આટલું એ ચારમાં આવ્યું આ નિક્ષેપાનું આટલું વિવરણ કર્યા પછી, નય અને નિક્ષેપ વચ્ચે શું સંબંધ છે, તે હવે આપણે સમજી લઈએ.
નય” જ્ઞાનમૂલક, વચનાત્મક અથવા જ્ઞાનાત્મક છે. નય મારફતે આપણે વસ્તુનું જ્ઞાન મેળવીયે છીએ, એટલે એને વસ્તુ (પદાર્થ) સાથે સંબંધ હોવાથી વસ્તુ યા પદાર્થ સાથેના તેના સંબંધને “વિષય-વિષયી ભાવ” કહેવામાં આવે છે.
આ નિક્ષેપ, તે અર્થાત્મક છે. એક જ શબ્દ, અમુક અર્થમાં “નામ” છે, અમુક અર્થમાં આકૃતિ છે, અમુક અર્થમાં “ દ્રવ્ય” છે અને અમુક અર્થમાં “ભાવ” છે. એની સમજણ આ નિક્ષેપ આપે છે. અહીં આપણે શબ્દ તથા તેના અર્થને જે પરસ્પર સંબંધ જેડ, તેવો જ સંબંધ નય અને નિક્ષેપ વચ્ચેના સંબંધને “સેય-જ્ઞાપક” સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ સંબંધ તથા તેની ક્રિયા, નયદ્વારા જાણી શકાય છે. એટલે નિક્ષેપ પણ નયને જ વિષય છે. એ બંને વચ્ચે “વાગ્ય–વાચક” ભાવ છે.
અહિં પહેલા ત્રણ નિક્ષેપમાં કોઈને કોઈ જાતને અભેદ–દ્રવ્ય હોવાથી તે ત્રણે દ્રવ્યાસ્તિક નયના વિષય મનાય