________________
૧૯૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે તાત્પર્ય એ છે કે જે જે વસ્તુઓ સાક્ષાતપણે છે, અને તેમની પ્રવૃત્તિ પિતપોતાના કામમાં થઈ રહી છે, તે જ ભાવનિક્ષેપનું સ્વરૂપ છે. માટે :
નામ આકૃતિ ઔર દ્રવ્યકા, ભાવમેં પ્રત્યક્ષ ગ . તિનકે ભાવ નિક્ષેપણું, કહતહ ગણધર લેગ છે
ભાવવસ્તુનું શ્રવણ કરેલું નામ, તેની દેખેલી આકૃતિ, અને તે વસ્તુની પૂર્વ અને અપરકાળમાં દેખેલું દ્રવ્યસ્વરૂપ, એ ત્રણેને પણ પ્રત્યક્ષપણે જે ભાવવસ્તુમાં જણાય છે, તે જ ભાવનિક્ષેપના વિષયભૂત પદાર્થ છે.
આ રીતે ચારનિક્ષેપા સિવાય કેઈપણ વસ્તુનું વસ્તુ પણું સિદ્ધ થઈ શકે નહિં. જગતમાં જેનું હોવાપણું નથી, તેને ઉચ્ચાર કરવાને કઈ શુદ્ધ શબ્દ પણ નથી કે જે શબ્દવડે તેને બંધ થઈ શકે. અને જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કઈ પ્રકારે બની શકે નહિં. જેનું નામ અને આકાર નથી તેની આગલી–પાછલી કંઈપણ અવસ્થાય હઈ શકતી નથી. અને જ્યાં નામ–આકાર કે સ્થાપના અને આગલીપાછલી અવસ્થાનું હવાપણું નથી, ત્યાં એ ત્રણેને પ્રત્યક્ષ બંધ કરાવનાર સાક્ષાત્ વસ્તુરૂપ ભાવનિક્ષેપે તો હોય જ કયાંથી? એટલે જેનું નામ તેની સ્થાપના, જેની સ્થાપના તેનું જ દ્રવ્ય, અને જેનું દ્રવ્ય તેને જ ભાવ, એમ દરેક પદાર્થોમાં ચારનિક્ષેપ એકી સાથે રહેલ છે.
કોઈપણ વસ્તુ યા વ્યકિતના ચાર નિક્ષેપ પૈકી કઈ એક નિક્ષેપાની સન્મુખતા સમયે પણ, શેષ ત્રણ નિક્ષેપાના