________________
૧૮૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એને જ બંધ કરાવવામાં નામ ઉપયોગી છે. - હવે સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ વિચારવામાં સ્થાપનાનું લક્ષણ નીચે મુજબ છે.
जंपुण त्यत्थसुन्न, तयामिप्पाएणतारि सागारं । कीरइ व निरागारं, इत्तरमियरं वसा डवणा ॥
અર્થ-વળી જે, તે શબ્દના મૂળ અર્થથી શૂન્ય અને તે મૂળ વસ્તુના અભિપ્રાયથી તે વસ્તુના જેવા આકારવાળું અથવા તેવા આકાર વિનાનું તે ઈત્વર-અલ્પકાલિક અને થાવત્કથિક (ચિરકાલિક) એમ બે પ્રકારે સ્થાપના છે. એટલે કે જે નામવાળી વસ્તુના સદશરૂપની આકૃતિથી અથવા અસદશરૂપની આકૃતિથી, મનમાં તે વસ્તુને બોધ થાય, તે તે વસ્તુના સ્થાપના નિક્ષેપને વિષય સમજ.
નામનિક્ષેપમાં “નામ અને વ્યક્તિ” બંને આવે છે. જ્યારે આ સ્થાપના નિક્ષેપમાં “આકૃતિ અને વ્યક્તિ આવે છે.
દ્રવ્યનિક્ષેપ અંગે શાસ્ત્રમાં તેની વ્યાખ્યા દર્શાવતાં કહ્યું છે કે --
જે જે ભાવનિક્ષેપના વિષયભૂત વસ્તુના ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં જે કારણરૂપ પદાર્થ છે, તે દ્રવ્યનિક્ષેપને વિષય છે.
આમ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે જે વસ્તુ અથવા વ્યક્તિ વિષે, તેના ભૂતકાળ અથવા ભવિષ્યકાળને લક્ષમાં રાખીને કોઈ શબ્દનું આજે પણ આપણે વર્તમાનમાં જ્યારે