________________
૧૮૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે (૩) મૂળ અર્થથી નિરપેક્ષ, યાદષ્ટિપણે સ્થાપન કરેલ અને ઘણું કરીને જ્યાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી રહે તે ત્રીજા પ્રકારનું નામ. આ નામ ગમે તેવું અર્થ વિનાનું હોય છે. જેમ કે ડિલ્થ-કવિથ વિગેરે. એમ ઈચ્છાપૂર્વક હરકેઈ નામ રાખી લેવું તે ત્રીજા પ્રકારનું નામ છે.
અહિં નામ નિક્ષેપના લક્ષણમાં પ્રથમ ત્રણ પ્રકારના નામેની વ્યાખ્યા કરી તેને ફેટ કરવાનું કારણ એ જ છે કે આ ત્રણે પ્રકારના નાના ભાવ જુદા છે. એટલે અક્ષર સમુહથી તૈયાર થયેલે કોઈ શબ્દ, અનેક વસ્તુને વાચક છે. પરંતુ તે શબ્દ બોલવાથી સરખી નામવાચક વસ્તુઓના નિપા સરખા કહી ન શકાય. પણ દરેકના નામાદિ નિક્ષેપ અલગ છે. જે એ ખ્યાલમાં રાખવામાં ન આવે તે સરખી નામવાચક વસ્તુઓના નિક્ષેપમાં હેય-રેય ઉપાદેયને વિવેક ચૂકી જવાય. કોઈ એક નામવાચક વસ્તુને ભાવનિક્ષેપ ઉપાદેય છે, એટલે તેના ચારે નિક્ષેપા ઉપાદેય ગ્રહાય. પરંતુ તેજ નામની કેઈ અન્ય વસ્તુ કે જેને ભાવ જુદો છે, એટલે હે (ત્યાજ્ય) છે, તેના નામાદિ નિક્ષેપ, અને ઉપાદેય (ગ્રહણ યોગ્ય) વસ્તુના નામાદિ નિક્ષેપા, એક માની ત્યે તે અનર્થ થાય. જેમકે કેઈનું “અરિહંત” એવું માત્ર (ઉપરોક્ત ત્રણ પ્રકારો પૈકી પહેલા પ્રકારવાળું) નામ છે. તે વ્યક્તિ સદાચારથી ભ્રષ્ટ છે. તેને નામનિક્ષેપ, અને જેઓ ચાર ઘાતકર્મને ક્ષય કરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તીર્થકર નામ કર્મના ઉદયે સમવસરણમાં બીરાજમાન