________________
નિક્ષેપ
૧૮૫ તે કોઈનું કથન કરવામાં નામની આવશ્યક્તા તે રહે જ. એટલે સિદ્ધાંતકારે નામનું વર્ણન, નામનિક્ષેપના સ્વરૂપથી કર્યું છે. નામ રાખવાના ત્રણ પ્રકારે નીચે મુજબ છે.
(૧) જે નામ, અન્ય વસ્તુઓમાં સ્થિત હેઈ તેના પર્યાયવાચી બીજા નામને નહિં જણાવે તે પહેલા પ્રકારનું નામ.
જેમ મહાવીર નામ કેઈ બીજી વસ્તુમાં યા કેઈ અન્ય મનુષ્યમાં દેવામાં આવે છે. પરંતુ સિદ્ધારથસુતચરમતીર્થકર ઈત્યાદિ પર્યાયવાચક નામથી તેને બેલાવાય નહિ. ફક્ત તે નામવાળી વ્યક્તિના શરીર સંબંધી ધર્મને
મહાવીર' નામમાં ઉપચાર કરવામાં આવે છે, અને તે નામવાળી વ્યક્તિનું શરીર માત્ર એક “મહાવીર’ સાંકેતીક શબ્દથી જ બોલાવાય છે. (પણ તે વ્યક્તિને સિદ્ધારથસૂત ચા ચરમ તીર્થકર ઈત્યાદિ તેના પર્યાયેથી ન બેલાવાય). વળી એ મહાવીર નામ સદૂભાવથી (ખરા અર્થથી) તે ચરમ તીર્થકર, સિદ્ધારથ સૂત, શ્રી વર્ધમાન સ્વામીમાં જ હોય. અને અમુક વ્યક્તિમાં તે તે મહાવીર નામના અર્થની અપેક્ષા રહિત કેવળ સાંકેતિત જ હોય. એ પહેલા પ્રકારના નામને તાત્પર્ય.
(૨) મહાવીર –વર્ધમાન-સિદ્ધારથસૂત-ચરમતીર્થંકર આદિ પર્યાયવાચક નામની સાર્થકતા પૂર્વક જે નામ, ભગવાન મહાવીરમાં હતું, તે બીજા પ્રકારના નામને તાત્પર્ય. આ બીજા પ્રકારના નામમાં ભાવવસ્તુઓનાં નામ અર્થાત્ પર્યાનાં નામ ચાલ્યાં આવે છે. અને મૂળ શબ્દના અર્થથી બીજા અર્થમાં સ્થિત છે.