________________
યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૮૩ તેના ફળરૂપે તપની પ્રાપ્તિ થાય. તારૂપી આત્મઉપગના તીવ્ર તાપથી પૂર્વબદ્ધ કર્મો સુકાઈ ખરી પડે. અને ફળરૂપે શુદ્ધ સ્વરૂપ નિર્વાણ (મોક્ષ)ની પ્રાપ્તિ થાય. આ કમે. મોક્ષને ઉપાય છે.
આ પ્રમાણે ઉક્ત છ સ્થાનેને સ્વીકારી નીચેનાં છ મિથ્થાસ્થાનેને અમાન્ય કરવાથી જ, આધ્યાત્મિક સાધના સાધી શકાય છે.
(૧) આત્મા નથી (૨) તે નિત્ય નથી (૩) તે કાંઈ કરતું નથી. અર્થાત્ કર્મને કર્તા નથી. (૪) કરેલ કર્મને ભગવતે નથી. (૫) મેક્ષ નથી અને (૬) મેક્ષને ઉપાય નથી. આ છ મિથ્યાસ્થાને આધ્યાત્મિક સાધનાને નિષ્ફલા બનાવે છે. તેથી જીવ સંસારચકમાં ભ્રમણ કરતા જ રહે છે.