________________
નિક્ષેપ
૧૮૭ થયેલ પરમાત્મા “અરિહંતને નામ નિક્ષેપ, બન્ને નામનિક્ષેપ જુદા છે. પહેલા પ્રકારની વ્યક્તિને નામ નિક્ષેપ હેય (ત્યાજ્ય) છે. કારણ કે તે માણસના ધ્યેયપૂર્વક તે નામને કઈ પણ લેવા કે સાંભળવા ખુશી નથી. કેમકે તેને ભાવનિક્ષેપ અશુદ્ધ છે. અને બીજા પ્રકારની વ્યક્તિ કે જે ગુણે કરીને અરિહંત છે, તેને નામ નિક્ષેપો (તેના ધ્યેયપૂર્વક લેવાતું નામ) પૂજનીય સ્મરણીય છે. કારણ કે તેને ભાવનિક્ષેપ પૂજનીય છે. એ રીતે તે બન્નેમાં બાકીના ત્રણ નિક્ષેપ પણ સમજી લેવા માટે ભાવનિક્ષેપાને ખ્યાલમાં રાખી, નામ સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાનું વર્ણન કરવું જોઈએ.
ચાહે એક સંજ્ઞાવાળી અનેક વસ્તુ હોય, પરંતુ જેના અભિપ્રાયથી નિક્ષેપ વિચારીયે તેને જ તે નિક્ષેપ કહેવાય.
જે વર્ણ સમુદાય (અક્ષર સમુહથી તૈયાર થયેલ શબ્દ) અનેક વસ્તુના વાચક છે. પરંતુ સરખા નામવાચકવાળી અનેક વસ્તુઓના ચારે નિક્ષેપા ભિન્ન ભિન્ન થાય છે. માટે સમજવું જોઈએ કે –
સંકેતિત નામનું ઉચ્ચારણ જે વસ્તુના અભિપ્રાયથી, પ્રાપ્ત થયું હોય, તે નામ સાંભળવા દ્વારા મનને જે વસ્તુને બધ કરાવે તે નામ, તે જ વસ્તુના નામનિક્ષેપાને વિષય સમજવું જોઈએ.
મહાપુરૂષના નામને આદર કરવા વડે તે મહાપુરૂષને જ આદર થાય છે. એટલે કદાચ એવા નામે બીજી વસ્તુઓમાં હોય તે પણ બાધક નથી. કારણ કે જે જે વસ્તુના અભિપ્રાયથી નામનું ઉચ્ચારણ થાય, તે તે વસ્તુ