________________
સાતનયની સમજ
૧૪૯
સત્ત્વ પચાવવાને. જે ભાગ માત્ર સત્ત્વના વિચાર કરે છે, અર્થાત્ તત્ત્વને સ્પર્શે છે, તે જ્ઞાનદ્રષ્ટિ-જ્ઞાન નય અને જે ભાગ, તત્ત્વાનુભવને પચાવવામાં જ પુર્ણતા લેખે છે, તે ક્રિયાદ્રષિયિાનય. ઉપર વર્ણવેલા સાત નયેા તત્ત્વવિચારક હેવાથી જ્ઞાનનયમાં આવે, અને તે નયને આધારે જે સત્ત્વ શોધાયુ હોય તેને જીવનમાં મૂર્ત્તિમંત કરવાની તરફેણ કરનાર દ્રષ્ટિ તે ક્રિયાદ્રષ્ટિ છે. ક્રિયા એટલે જીવનને સત્ત્વ મય બનાવવાના પ્રયત્ન.