________________
૧૭૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો अपक्षपातेन परीक्षमाणा, द्वयं द्वयस्याप्रतिमं प्रतिमः । यथास्थितार्थ प्रथन तवैतदस्था, ननिर्बन्धरस परेषाम् ॥
અર્થ–પક્ષપાત રાખ્યા વિના બનેયની (આપની અને આપના વિરોધીઓની) પરીક્ષા કરતા એવા અમને, આપનું યથાસ્થિત અર્થનું નિરૂપણ, અને આપના વિરોધીઓને અસ્થાનમાં આગ્રહ, એમ બનેટની બેય વાતે અદ્વિતીય જણાય છે.'
न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथा वदातत्वपरी क्षयातु, त्वामेववीर ! प्रभुमाश्रिताः स्मः
અર્થ—કેવલ શ્રદ્ધામાત્રથી તારાવિષે મારે પક્ષપાત નથી, અને દ્વેષ માત્રથી અન્યને વિષે અરૂચિ નથી. પરંતુ યથાર્થ એવી આપ્તપણાની પરીક્ષાના કારણે હે વીર પ્રભુ!
અમે તારેજ આશ્રય કર્યો છે. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવરે પણ કહ્યું છે કે –
स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् ।
न श्रयामस्त्य जामो वा, किन्तु मध्यस्थया दृशा ॥
અર્થ–રાગમાત્રથી અમે સ્વઆગમને સ્વીકાર નથી કરતા, અને શ્રેષમાત્રથી પરનાં (અન્ય દર્શનનાં) આગમનો ત્યાગ નથી કરતા. પરંતુ મધ્યસ્થ દ્રષ્ટિથી જ સ્વઆગમને સ્વીકાર કરીએ છીએ.
અહિં કેઈના દિલમાં એ પણ પ્રશ્ન ઉપસ્થીત તથા ય કે જૈન દર્શન સિવાયનાં અન્યદર્શને પણ પુન્ય–પાપ પરલેક અને આત્માના અસ્તિત્વને તથા મોક્ષને માને છે,