________________
૧૭૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ માટે શ્રી વીતરાગનું શાસન એ એવું શાસન છે કે એ શાસનના સાચા અભ્યાસી એવા જે આત્માઓ, તેઓને એવી સમજ પૂર્વકની પ્રતીતિ હોય છે કે–જગતનાં બધાં શાસનની સામે ઉભા રહેવાની અને ધર્મશાસન તરીકેની પરિપૂર્ણ
ગ્યતા પિતામાં હેવાનો નિશ્ચય કરાવી આપવાની શક્તિ, એક માત્ર શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં જ છે. દુનિયામાં શાસન ઘણાં છે, અને તેમાં ધર્મશાસન તરીકે પિતાને ઓળખાવનાર શાસને પણ સંખ્યાબંધ છે. પરંતુ તેમાં એક શ્રી વીતરાગ પરમાત્માના શાસન સિવાયનાં જે શાસને છે, તેમાંના કેટલાંક વાસ્તવિક રીતિએ ધર્મશાસન ન હોય એવાં પણ છે. અને કેટલાંક ધર્મશાસન તરીકે ગણાય એવાં હોવા છતાં પણ આંશિક રીતિએ ધર્મશાસન ગણાય એવાં છે પણ અસલમાં તે તે દશનેની સઘળી વાતે નિરપેક્ષ હેઈને સત્ય ગ્રાહી બની શકતાં નથી. જ્યારે વીતરાગ પરમાત્માનું શાસન એ સર્વદેશીય શાસન છે.
આ કથન રાગદ્વેષ વધારવાના આશય માટે નથી. પરંતુ આજે “સર્વ ધર્મ સરખા” એ મેનીયા જગતમાં ખૂબ ચાલે છે, એ ઉચિત નથી, એ સમજવા માટે છે. બધી ધાતુ સરખી ગણાય ખરી? કેઈ સેનાને અને પિત્તલને સરખા ગણે તે તેને મૂર્ખ શિરોમણીનું બિરૂદ અપાય કે બીજું કાંઈ? દરેક પ્રત્યે રાગ-દ્વેષ નહિં કરતાં, મધ્યસ્થ રહેવું. પરંતુ સત્યાસત્યને નિર્ણય કરતાં શીખવા, માટે શાસ્ત્રનું અધ્યયન કરવાથી સાચા બટાની પરીક્ષાશક્તિ.