________________
સાતનયની સમજ
૧૪૭
માણસાનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું પાલન પોષણ કરે તે ભૂપતિ; આ પ્રમાણે ઉકત ત્રણે નામેાથી કહેવાતા એક જ અર્થાંમાં વ્યુત્પત્તિ પ્રમાણે અભેદની માન્યતા ધરાવનારા વિચાર, તે સમભિરૂઢનય કહેવાય છે વળી આ નય એકઅશ ઓછી વસ્તુને પણ પુરેપુરી કહે છે.
૭ એવભૃતનય–સમભિરૂઢ સ્વીકારેલ એક પર્યાયશબ્દ ના એક અમાં પણ જે દ્રષ્ટિ, ક્રિયાકાળ પૂરતું જ અતત્ત્વ સ્વીકારી ક્રિયાશૂન્યકાળમાં અતત્ત્વને। સ્વીકાર નહિ કરનાર તે એવ’ભૂતનય કહેવાય છે. કાની ચેાગ્યતા ધરાવતા અને અવારનવાર સ્વનામને ઉચિત ક્રિયા કરનારા પણ કામમાં પ્રવૃતમાન હેાય ત્યારે જ તેને લગતુ વિશેષણ કે વિશેષ્ય નામ વાપરવાની માન્યતાએ એવ ભૂતનય’ની શ્રેણિમાં
(6
આવે છે.
એવ’ભૂતનયની દ્રષ્ટિએ યુદ્ધની પ્રવૃત્તિમાં પ્રવર્તમાન અર્થાત યુદ્ધ કરતા હોય ત્યારે જ ચાદ્ધાને ચાદ્ધો કહી શકાય. પૂજાક્રિયાની પ્રવૃત્તિમાં પ્રવર્તમાન પૂજારીને જ પૂજારી કહી શકાય. અભ્યાસ કરતા હાય ત્યારે જ વિદ્યાથી ને વિદ્યાથી કહી શકાય. રાજદંડ ધારણ કરી તે વડે શે!ભા પમાતી હાય ત્યારે જ, અને તેટલી જ વાર રાજા કહેવડાવી શકાય. ખરેખર મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલીવાર નૃપ કહેવડાવી શકાય.
આ પ્રમાણે સાતે નયેાની કિકત સંક્ષેપમાં જોઈ. પ્રસ્તુના ઉલ્લેખ કરવા માટે વિવિધ શબ્દ પ્રયોગા થાય છે.