________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૯
તેના કશેય ઉપયોગ થયાનું પ્રમાણ ઔદ્ધસાહિત્યમાં જણાતુ
નથી.
સાંખ્ય, ચેાગ અને પૂર્વમીમાંસક દનના સાહિત્યમાં અનેકાંત દ્રષ્ટિ સૂચક કોઈ ખાસ શબ્દો નથી, છતાં તેમાં અનેકાંત દ્રષ્ટિગામી વિચારે અહુ છે. અને તે સુસ્પષ્ટ છે. સાંખ્ય યોગના પિરણામવાદ અને પૂર્વમીમાંસકના ઉત્પાદ ભંગ-સ્થિતિવાદ કે જેએ ઉપનિષદની ક્ષરાક્ષર ભાવનામાંથી ઉડ્ડય પામ્યા છે, તે બન્ને, જૈન અનેકાંત દ્રષ્ટિ કરતાં જરાયે જુદા પડતા નથી. અલબત્ત એમના વિષય પ્રદેશમાં અને ખેડાણમાં અંતર છે. તે અંતર એ છે કે, સાંખ્ય યોગને પરિણામવાદ, ચેતન જીવતત્વને સ્પર્શી નહિં કરતાં માત્ર ચર્ચતન-પ્રકૃતિને જ સ્પશી પ્રવતે છે. તેમજ પૃ મીમાંસકના ઉત્પાદ–ભંગ– સ્થિતિવાદ પણ ચેતનને સ્પર્શ કરતા હાય તેમ જણાતુ નથી; ત્યારે જૈન અનેકાંતવાદ તે ચેતન અને અચેતન બધાં જ તત્ત્વાને સ્પશીને પ્રવર્તે છે.
ચેતનના સ્વરૂપને સમજવામાં સ્યાદ્વાદશૈલીને ચૂકી જનાર દર્શના પૈકી કોઇએ આત્માને, એકાંતનિત્ય, કોઇએ અનિત્ય, કોઈ એ એકાંતે કર્યાં અને કોઇએ અકત્તાં, કોઇએ ભિન્ન અને કોઇએ અભિન્ન, કેઈએ આત્મા એક અને કેઇએ અનેક કહીને સ્વથી ઉલટી માન્યતા ધરાવનાર પ્રત્યે વિગ્રહી બન્યા છે. પેાતાની તે એકાન્ત માન્યતાના કારણે, આત્મસ્વરૂપને યથાસ્થિત રીતે સમજવામાં મુશ્કેલી ઉભી થતી હોવાથી સ્વસ્વરૂપની પ્રાપ્તિને ચૂકી ગયા છે. એકાંત