________________
૧૬૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
એક પણ પ્રદેશ કે ગુણુ ખસી જતે હોય, અગર તેનુ સ્થાન, અન્યપ્રદેશ, યા, ગુણ લઇ લેતા હોય, એવુ હોઈ શકતું નથી. માટે તે તે સદાકાળ તસ્વરૂપ સિદ્ધ થવા છતાં પણ, પર્યાયરૂપથી તે બદલાય જ નહિ, એમ તેા કેમ માની શકાય ? કેમકે આપણે જોઇએ છીએ કે જે બાળક, જન્મ સમયે હોય છે, તે કાલાન્તરે તે જ હોવા છતાં પણ અન્યરૂપે થઈ જાય છે. જો તેમ ન થતુ હોય તે તેમાં બાળક, યુવાન અને વૃદ્ધ ઇત્યાદિ રૂપથી તેની વિવિધ અવ સ્થાએ દ્રષ્ટિગોચર થઇ શકતી નથી. માટે વિવક્ષાભેઢથી તત્ અને અતત્ એ બન્ને ધર્માંને એક જ વસ્તુમાં સ્વીકાર કરવાથી કોઇ હરકત આવી શકતી નથી. માટે વિવક્ષાભેદથી તત્ અને અતત્, સ્વીકારવુ જોઇએ. એટલે માત્ર અન્વયને સ્વીકાર કરનાર દ્રવ્યાધિક નયની દ્રષ્ટિએ વિચાર કરવાથી તા પ્રત્યેક પદાર્થ આપણને તત્સ્વરૂપે જ પ્રતીત થાય છે. અને તે પદાર્થ, વ્યતિરેક સ્વીકારનારી પર્યાયાર્થિક નયની દ્રષ્ટિથી દેખવાથી તે માત્ર અતત્સ્વરૂપે જ પ્રતીત થાય છે. આત્મા, સ્વદ્રવ્ય—સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવરૂપથી અસ્તિ છે, અને પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ રૂપથી નાસ્તિ છે. વળી આત્માને દ્રવ્યદ્રષ્ટિથી અવલેાકન કરતાં એક, અને પર્યાયદ્રષ્ટિથી જોવામાં અનેકતા પ્રમાણિત થાય છે. કારણ કે પર્યાયપલ્ટો તે અન`તકાળસુધી ચાલુ જ રહેવાના હોઇ આત્માને અનાદિ અનતકાળ અંગે અનેક પર્યાયાના ક્રમમાંથી પસાર થવુ પડે છે. પછી ભલે તે પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ. પરંતુ પર્યાયાની અનેકતા