________________
૧૨ યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
સાંખ્યશાસ્ત્ર બ્રહ્મ અર્થાત આત્માને એકાંત નિત્ય જ માને છે. અને આત્માના અનિત્યવાદનું એકાંત ખંડન કરે છે. જ્યારે બૌદ્ધનાં શાસ્ત્રો આત્માને એકાંત ક્ષણિક અર્થાત્ અનિત્ય જ માની આત્માના નિત્યવાદનું ખંડન કરે છે. આ બન્ને દ્રષ્ટિએ પરસમય છે; કારણ કે તેઓ એક બીજાને અવગણે છે. આ બનને દ્રષ્ટિઓને સમન્વય કરતાં જૈનદર્શન કહે છે કે દ્રવ્યાસ્તિક દ્રષ્ટિએ આત્મામાં નિત્યત્વ છે, અને પર્યાયાસ્તિક દ્રષ્ટિએ અનિત્યત્વ પણ છે. આમ અપેક્ષાવિશેષે નિત્યત્વ અને અનિત્યત્વ એ બન્ને પરસ્પર વિરોધી ભાવનું એકીસાથે અસ્તિત્વ હેવાનું સિદ્ધ થાય છે. આત્મા મૂળ દ્રવ્યરૂપે સદાકાળ નિત્ય છે, આત્મદ્રવ્યમાં ત્રણે કાળ ફેરફાર થતું નથી. પરંતુ આત્માના પર્યાયે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે, અને નષ્ટ થાય છે. દષ્ટાંત – જેમ. આત્મા, મનુષ્યના શરીરપણે ઉત્પન્ન થાય છે, અને દેવતાના શરીરપણે નષ્ટ થાય છે. દેવતાના શરીરપણે ઉત્પન્ન થાય છે તેમ દેવતાના શરીરપણે નષ્ટ થઈ મનુષ્યપણે ઉત્પન્ન થાય. છે. પણ આત્મપણું તે અનેક આકૃતિ ધારણ કર્યા છતાં, પણ કાયમ રહે છે. આ તે અશુદ્ધ આત્માનું દષ્ટાંત આપ્યું. શુદ્ધ આત્મામાં પણ તે પ્રમાણે ઉત્પાદવ્યયપણે અનિત્યપણું જાણવું. અને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સ્થિરપણું જાણવું. આ પ્રમાણે આત્મા કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય