________________
૧૬૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે રીતે ચૈતન્ય ગુણ અંગે તે ગુણની માલીકી તે પ્રત્યેક જીવની સ્વતંત્ર જ છે.
દરેક જાતના બીજા સંગને લીધે ફેરફાર પામતે આત્મા બાજુએ રાખીને કેવળ તેનું શુદ્ધ સ્વરૂપ વિચારીએ તે, જેવા ગુણ મુક્તજીમાં છે, તેવા ગુણે સત્તારૂપે તે સર્વ સંસારી જીમાં પણ છે. તે પણ સંસારી છે અસ્પરસ એક બીજાથી અને મોક્ષ પામેલ છથી ભિન્ન છે. દરેક આત્મામાં સત્તારૂપે રહેલ આત્મગુણોની માલીકી દરેક આત્માની સ્વતંત્ર છે. દરેક આત્માને “અદ્વૈતવાદ”ના સિદ્ધાન્ત મુજબ એક જ માનીએ તે એક આત્માને થતા સુખ-દુઃખની અસર દરેક આત્મામાં તે સમયે થવી જ જોઈએ. એક સમયે એક આત્મા જે કર્મને કર્તા બને છે, તે સમયે સર્વ આત્માઓ તે તે કર્મના કર્તા બનવા જોઈએ. એક સમયે એક આત્મા મુક્તાવસ્થા (મોક્ષ) પ્રાપ્ત કરે તે સમયે સર્વ આત્માઓમાં મુક્તાવસ્થા પ્રાપ્ત થવી જ જોઈએ. પરંતુ તેમ બનતું નથી. માટે આત્મામાં દ્વતપણું અર્થાત્ ભિન્નતા છે. જ્ઞાનગુણને આધારભૂત દરેક આત્મા, અન્ય સર્વ ચેતન દ્રવ્યોથી અને સર્વ જડપદાર્થોથી પણ ભિન્ન છે. માટે આત્મા પોતે જ્ઞાન અને આત્મવ્યક્તિની અપેક્ષાએ સર્વથી ભિન્ન છે. એમ સિદ્ધ થાય છે.
પરંતુ વ્યક્તિ વિશેષની ભિન્નતા તરફ દ્રષ્ટિ નહિં કરતાં, અન્ય જીવન અને પિતાના ચૈતન્ય ગુણની સામાન્ય રૂપે સમાનતા તરફ દ્રષ્ટિ કરીએ તે, સ્પષ્ટ સમજાશે કે