________________
યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭૧ કેવલજ્ઞાનની અપેક્ષાએ વ્યાપક કહેવાય છે. અથવા તે સમુદૂઘાત દશામાં આત્મપ્રદેશને જે વિસ્તાર થાય છે, તેની અપેક્ષાએ લેકવ્યાપ્ત પણ કહી શકાય છે.
આત્માને જ્યારે કેવલજ્ઞાન થાય છે, ત્યારે આત્મામાં કલેક સર્વને ભાસ થાય છે, તેથી તે અપેક્ષાએ સર્વમાં હું આત્મા છું, એમ કહેવું યુક્તિયુક્ત છે. આત્માના જ્ઞાનમાં સર્વપદાર્થો ભાસે છે, તેથી કંઈ આત્માને જ્ઞાનગુણ અન્યપદાર્થરૂપ થઈ જતું નથી. પણ કેવલજ્ઞાનથી સર્વજાણે છે. આમ આત્મા, વ્યક્તિથી શરીરમાં વ્યાપી રહે છે, માટે તે વ્યાપ્ય છે. અને જ્ઞાનમાં સર્વ ભાસે છે, તેની અપેક્ષાએ વ્યાપક કહેવાય છે.
કેટલાક આત્માને એકાંત કર્મને કર્તા જ માને છે. અર્થાત્ આત્મા કદી કર્મની કિયાથી રહિત થતું નથી. જ્યારે કેટલાક એમ કહે છે કે આત્માને કર્મને કર્તા માને એ ભ્રમ છે.
આ પ્રમાણે કર્તવાદી અને અકર્તવાદી પોતપોતાની યુક્તિથી અને અનેક સંકલ્પથી એકબીજાનું એવી રીતે ખંડન કરે છે કે, જેને પાર આવે નહિં. ત્યારે જૈનદર્શન સાપેક્ષાએ કર્તાપણું અને અકર્તાપણું સ્વીકારે છે.
જૈનદર્શન કહે છે કે સંસારમાં કર્મબંધના હેતુઓથી આત્મા, કર્મનો કર્તા છે. અને આત્મરમણતાની અપેક્ષાએ કર્મને અકર્તા છે. એમ સાપેક્ષથી સ્યાદ્વાદનું રહસ્ય હૃદયમાં સમજાય છે.