________________
૧૭૨
-
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
જ્યાં સુધી કર્મના હેતુઓને આત્મા અવલંબે છે, તાવત્ કર્મને કર્તા કહેવાય છે. વ્યવહારનય છે, તે કર્મ અને આત્માના સંગને ગ્રહણ કરે છે. તેથી વ્યવહારનય મતથી કમને કર્તા આત્મા કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનય ફકત એક આત્માના જ સ્વરૂપને ગ્રહણ કરે છે, માટે શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મ કર્તા નથી. આમ કન્નુવાદ અને અકરૂંવાદને સમાવેશ પણ જૈનદર્શનમાં થાય છે. ઉપરોક્ત રીતે જૈનદર્શન તે અન્યાન્ય વસ્તુના એકાંગને પણ સાપેક્ષ સ્વરૂપે દેખી સમ્યગુ એકાંગરૂપે ગ્રહે છે. - જ્યારે અન્યદર્શનેનું એકાંગીપણું તે નિરપેક્ષ હોઈ મિથ્યાએકાંગરૂપે વર્તે છે. સમન્વિત બનેલા નયના વિચારોજ સમ્યગ્ર અંગી છે.
સમ્યગ અંગરૂપે ગ્રાહ્ય એ જ સત્યદશી નય છે. એવી સત્યદર્શી દ્રષ્ટિને જ સમન્વયદ્રષ્ટિ કહેવાય છે. સમન્વિત નહિં બનેલા એકાન્તવાદો, તે મિથ્યા એકાન્તવાદ છે.
સમ્યગ્ર એકાંગી વિચારો, બીજા સમ્યગ્ર એકાંગી વિચાર સાથે સંયુક્ત બની જઈ, સ્યાદ્વાદના દેરામાં પરોવાઈ
અનેકાન્તરૂ૫ રત્નમાળા સ્વરૂપે પ્રકાશી, સમ્યગૂદ્રષ્ટિ આત્માને વસ્તુના વાસ્તવિક સત્યસ્વરૂપનું ભાન કરાવે છે. ગ્રાહા -અને અગ્રાહ્યને વિવેક પેદા કરે છે. જેથી વિવેકી
આત્માઓ સ્વાત્મશ્રેયની સાધનામાં રત્નત્રયીને નિર્મલા -બનાવવા દ્વારા કમેકરીને સંપૂર્ણ રત્નત્રયીને પ્રાપ્ત કરી શકે છે.