________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૬૩ શ્રી આનંદઘનજી મહારાજે બરાબર કહ્યું છે કે – '
જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજનારે.
નયવાદ એ સાપેક્ષ એકાન્તવાદ હેતાં સમ્યફ એકાન્ત વાદ છે. એવા એકાન્તવાદોને સુજિત હાર તે અનેકાન્ત વાદ છે. આ ન કયારેક સમ્યફ અને ક્યારેક મિથ્યા હેવાનું કારણ, દ્રષ્ટાંત દ્વારા દર્શાવતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીજીએ સન્મતિતર્કના પ્રથમ કાંડની ર૨ અને ૨૩ મી ગાથામાં જણાવ્યું છે કે, જેવી રીતે અનેક લક્ષણ અને ગુણવાળાં વૈદુર્ય વગેરે રને બહુ કીમતી હોવા છતાં છૂટાં છૂટાં હોય, તે “રત્નાવલીહાર” નું નામ પામી શકતાં નથી. તેવી રીતે બધા નયે પિતપતાના પક્ષમાં વધારે નિશ્ચિત છતાં પણ અંદરોઅંદર એકબીજા સાથે નિરપેક્ષ હોઈ “સમ્યગ્દર્શન” વ્યવહાર પામી શકતા નથી. અને નિરપેક્ષપણે વર્તતા તે છૂટાછૂટા ન “ મિથ્યાત્વી” કહેવાય છે. માટે તે સમન્વિત બનેલા નયના વિચારેજ સમ્યકત્વી કહેવાય છે.
જેનદર્શન તે પ્રત્યેક નયના વિચારોના મિથ્યાભાવને ટાળી, તેને સમ્યક્ષાવમાં પરિણમાવવા માટે, તે નયરૂપ છૂટાછૂટા અંશજ્ઞાનને સ્યાદ્વાદના દોરામાં પરેવી સંપૂર્ણ સત્યરૂપે બનાવે છે. પરંતુ આ સ્યાદ્વાદના દેરાથી છૂટા પડી રહેલ નયના વિચારે સમ્યગુપણું નહિં પામતાં મિથ્યાપણામાં જ વર્તતા હોવાથી વસ્તુ સ્વરૂપની પૂર્ણ સત્યતાને પામી શતા નથી.