________________
૧૬૧.
સાતનયથી જીવસ્વરૂપ
૧. અદ્વૈતવેદાંત અને સાંખ્ય, તે સંગ્રહનયના અભિપ્રાય રચાયા છે.
૨. નૈયાયિક અને વૈશેષિક દર્શને તે નૈગમનયના અભિપ્રાયે રચાયા છે.
૩. ચાર્વાક મત, કેવલ, વ્યવહાર નય ઉપર નિર્ભર છે. કારણ કે તે તે જેટલું દેખાય તેટલું જ સાચું એવી માન્યતાધારક છે.
૪. બૌદ્ધમત તે જુસૂત્રનયના અનુસારે છે. કારણકે તે ક્ષણિકવાદી છે.
૫. મીમાંસક મત તે શબ્દ નયના આધારે બંધાયેલ છે.
૬. વૈયાકરણ દર્શન તે સમભિરૂઢનયના આધારે ચાલે છે.
૭. ઉપરોક્ત સિવાયના બીજા જે કેટલાક ઉદ્દામ તત્વજ્ઞાની છે, તે બધા એવંભૂત નયને અનુસરે છે.
ઉપર મુજબ જુદાં જુદાં દર્શનેએ કહેલ જીવસ્વરૂપ તે પૃથક્રપૃથફ નયની અપેક્ષાએ (રવકથિત અપેક્ષાથી અન્ય કથિત અપેક્ષાના તિરસ્કાર રહિતપણે) સત્ય છે. પરંતુ અમુક એકજ નયની અપેક્ષાએ કહેવાતું તે જીવસ્વરૂપ, અન્યાયની અપેક્ષાના તિરસ્કારથી અસત્ય ઠરે છે. તેથી તેવી એકાંત માન્યતામાં નય નહિં કહેવાતાં નયાભાસ છે. જેટલા નયવાદી દર્શને છે, તે જ્યાં સુધી પોતાના મતનું નિરૂપણ કરે ત્યાં સુધી, એટલે કે એક નયનું પ્રતિપાદન કરવા માત્રથી બેટાં ઠરી જતાં નથી, પણ તેઓ એટલેથી જ અટકતાં નથી.
૧૧