________________
૧૬૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે માન્યતાથી, આત્મસ્વરૂપમાં ઉપસ્થીત થતી મુશ્કેલીવાળી બાબતેનું ગમે તેવી કુયુક્તિથી નિરાકરણ કરી કદાગ્રહમાં ડુબી ગયા છે. આવી માન્યતાથી સત્ય હક્તિમાં કે ગુંચવાડે ઉપસ્થીત થાય છે, અને ગમે તે રીતે બેસાડી દીધેલું નિરાકરણ કેવી રીતે વ્યર્થ ઠરે છે, તે બાબતોનું સ્પષ્ટીકરણ સ્યાદ્વાદને અનુસરનારા દાર્શનિક ગ્રંથેથી સ્પષ્ટ સમજી શકાય તેવું હોવાથી તેવા ગ્રંથ દ્વારા અને સ્યાદ્વાદ સિદ્ધાન્તને બરાબર સમજી શકનારા વિદ્વાને પાસેથી જાણી લેવું અતિ જરૂરી છે.
પિતાના સમય સુધીનાં તત્વદર્શનેને સુમન્વય કરવાની ભાવનામાંથી ભગવાન શ્રી મહાવીર દેવે અનેકાંત દ્રષ્ટિનું સ્વરૂપ, વિશ્વ સમક્ષ રજૂ કર્યું. તેથી તે સમયમાં પ્રસિદ્ધ દર્શનને તેમના વિચારની સ્કૂલતા-સૂક્ષ્મતાને કમે. સાત ભાગમાં ગોઠવી અનેકાંત દ્રષ્ટિના અંગ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. જે સાત ભાગે જૈન આગમમાં સાત નયના નામથી પ્રસિદ્ધ છે. ત્યારબાદ પણ દાર્શનિક ક્ષેત્રમાં જેમ જેમ નવી વિચાર ધારાઓ ઉદય પામતી ગઈ તેમ તેમ જૈન આચાર્યો અભ્યાસ કરીને એ વિચારધારાઓને પિતાના અનેકાંત નિરૂપણમાં એક અગર બીજી રીતે સમાવતા જ ગયા. - જેન દાર્શનિકના પુરવાર થયેલા અભિપ્રાય મુજબ. ભિન્નભિન્ન જૈનેતર દર્શનની પરિસ્થીતિ નીચે મુજબ છે. આ પરિસ્થિતિના કારણે તેઓએ જીવનું સ્વરૂપ, અમુક અમુક એકજ દ્રષ્ટિકણથી જ માની લીધું છે.