________________
A/
૧૫૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે રાખવી, એ અનેકાન્ત દ્રષ્ટિ શબ્દને સીધે અર્થ છે. એ બંને શબ્દના સીધા અર્થમાં જે સામ્ય છે, તે કરતાં વધારે સામ્ય તે તેમની પાછળ રહેલી ભાવનામાં છે. અનેકાન્ત દ્રષ્ટિ અને મધ્યમમાર્ગ એ બન્ને વાદ એક જ ભાવનાનાં ફલ છે. અને તે ભાવના એટલે સત્યનિરૂપણની ભાવના. સાત્વિક બુદ્ધિનું વલણ તત્ત્વગામી હેઈ, તે હંમેશાં યથાર્થીની દિશા જ પકડે છે; આટલું સામ્ય છતાં એ બંને વાદનાં વિચારક્ષેત્ર જુદાં જુદાં છે. એ આપણે જનસાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં આવેલી એ વાદોને લગતી ચર્ચાથી જાણી શકીએ છીએ. જૈન આગમેમાં અનેકાંતદ્રષ્ટિનું વિચારક્ષેત્ર પ્રમેયતત્વ છે, એટલે તે પ્રધાનપણે પ્રમેયન સ્વરૂપે જ વિચાર કરે છે. અને તેનું ઉત્પાદ–વ્યય-ધ્રોવ્યાત્મક અથવા શાશ્વત અશાશ્વત સ્વરૂપ નક્કી કરે છે. ત્યારે બૌદ્ધપિટકમાં મધ્યમ પ્રતિપદાનું વિચારક્ષેત્ર પ્રધાનપણે જીવન વ્યવહાર છે, તેથી જ તે જીવન
વ્યવહારને લગતા સંકલ્પ, વાચા, આદિ નિયમનું સ્વરૂપ વિચારે છે, અને ઘડે છે. કાળક્રમે વિકાસ થતાં અનેકાંત દ્રષ્ટિના વિચારક્ષેત્રમાં તત્ત્વજ્ઞાન ઉપરાંત આચાર પણ દાખલ થયે છે; છતાં તેને મુખ્ય ઝુકાવ, હંમેશાં તત્ત્વજ્ઞાન તરફ જ રહ્યો છે. એ વાત અનેકાંત દ્રષ્ટિનાં અને તેમાંથી ફલિત થતા નય, સપ્તભંગી આદિવાદોનાં ઉદાહરણે જેનાર માટે દીવા જેવી છે. ત્યારે મધ્યમ માર્ગની બાબતમાં એથી ઉલટું છે. આચાર એટલે જીવનવ્યવહાર ઉપરાંત તત્ત્વજ્ઞાન પ્રદેશમાં લાગુ પાડવાની શક્તિ ધરાવતે મધ્યમ પ્રતિપદા માર્ગ ઠેઠ સુધી આચાર પ્રદેશમાં જ ખેડાએલે રહ્યો છે. પણ તત્વજ્ઞાન પરત્વે