________________
સાતનયથી જીવસ્વરૂપ
૧૫૭ છે. એ તમામ દ્રષ્ટિએને સમન્વય તે સ્યાદ્વાદ યા અનેક ન્તવાદ છે.
આધ્યાત્મિક કહેવાતાં પણ જે દર્શનેમાં, આત્મસ્વરૂપને સમજવામાં સર્વશ્રેષ્ઠ નયપદ્ધત્તિને જ્યાં સુધી ન અપનાવાય ત્યાં સુધી તેવા દર્શનેમાં પ્રદર્શિત આત્મસ્વરૂપને વિચારે એકાન્ત યા અધુરા જ રહે છે. એકાન્ત વિચારોથી કહેવાતી આત્મિક બાબતો, મનુષ્યને ભ્રમણામાં નાંખે છે. વળી દાર્શનિક ક્ષેત્રોમાં એવા એકાન્ત વાદો જ, તત્વથી અનભિજ્ઞ બની રહી સંઘર્ષો પેદા કરે છે. એક જ વસ્તુમાં વિવિધ પ્રકારના સ્વભાવને સ્વીકાર કરવામાં વિવિધ દ્રષ્ટિકેણ નહિ સમજી શકનારાઓને, સ્યાદ્વાદના સિદ્ધાન્તમાં સંશયવાદને ભ્રમ પેદા થાય છે. આ ભ્રમમાં ભ્રમિત થયેલાઓ, અન્ય કેટલીક બાબતમાં સ્યાદ્વાદશૈલીને અનુસરવા છતાં, આત્મ સ્વરૂપને સમજવામાં સ્યાદ્વાદ શૈલીને ચૂકી જાય છે.
સામાન્ય રીતે કોઈપણ જૈનેતર દર્શનમાં એક અથવા બીજી રીતે અનેકાંત દ્રષ્ટિ સાથે બરાબર બંધ બેસે એવા વિચારો પણ મળી આવે છે. અહિં તે હકિતની સરખામણી બૌદ્ધ, સાંખ્ય, યોગ અને પૂર્વમીમાંસા સાથે કંઈક અંશે. વિચારી શકાય છે.
જૈનદર્શનમાં અનેકાંતદ્રષ્ટિ શબ્દ છે, અને બૌદ્ધદર્શનમાં મધ્યમ પ્રતિપદ-મધ્યમમાર્ગ શબ્દ છે. વસ્તુની કેઈપણ એક બાજુ તરફ ન ઢળતાં તેની અનેક. આજુ તરફ નજર