________________
૧૪૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
જે વખતે જે અર્થાંમાં વસ્તુનો ઉલ્લેખ કરવાથી કામ સરે તે અમાં તેવા શબ્દ પ્રયાગા થાય છે. એ રીતે વિવિધ અર્થમાં વિવિધ રીતે કરાતા વસ્તુના ઉલ્લેખો માટે થતા પ્રયાગાના ખ્યાલ, આ નયદ્વારાજ આપણને થાય છે. વ્યવહારમાં તે સમયસંજોગ અનુસાર પ્રાયઃ કઈ એકાદ વિચારમા` ગ્રહણ કરી લેવા પડે છે. નયદ્રષ્ટિ, વ્યાવહારિક ઉપયોગની વસ્તુ હોઈ જે વખતે જે વિચારદ્રષ્ટિ, યેાગ્ય કે અનુકૂલ લાગે તે દ્રષ્ટિ ( નય), અનેકાન્તરત્નકોષમાંથી પકડી લેવાની રહે છે. નય એ સ્વાભિમત ધર્મને જ કથે છે. સ્વાભિમત ધર્માથી ભિન્ન ધર્મની પાંચાતમાં એ પડતા નથી. પરંતુ જે સ્વાભિમત ધર્મના નિવેદન સાથે ઈતરધના નિષેધ કરે તે નય નહિ, પણ દુય છે. એટલે નયાભાસ છે. નય એ સત્ત્વ છે. અને નયાભાસ (દુય ) એ અસત્ત્વ છે. એને ઉલ્લેખ “ સત્” જ એમ એકાન્ત ( નિરપેક્ષ એકાન્ત ) નિર્ધારણરૂપ છે. નય અને દુય એ બે વચ્ચેના આ જ તફાવત છે. જો કે એ એના વાકયમાં તફાવત હાતા નથી, છતાં અભિપ્રાયમાં અવશ્ય તફાવત છે.
ઉક્ત સાતનયરૂપ વિચારસરણીને (૧) વ્યવહાર અને (૨) નિશ્ચય, એમ બે ભાગે પણ વહેંચી નાંખવામાં આવી છે. સ્થૂલગામી અને ઉપચાર પ્રધાન એટલે વ્યવહાર, તથા સૂક્ષ્મગામી અને તત્ત્વ સ્પર્ધા તે નિશ્ચય છે. ખરી રીતે તા એવભૂત એ જ નિશ્ચયની પરાકાષ્ટા છે.
ઉપર કહેલ દ્રષ્ટિએ ઉપરાંત ખીજી પણ ઘણી દ્રાએ છે. જીવનના બે ભાગ છે. એક સત્ય જોવાના અને મી