________________
- ૧૧ સાતનયથી જીવસ્વરૂપ
સ્યાદ્વાદના સ્વરૂપને ભાષાદ્વારા નહિં સમજનારાઓની પણ સાંસારિક કાર્યોની પ્રવૃત્તિ તે વિશેષ કરીને ઉપરમુજબ થતી હોવા છતાં, જગતના વિવિધ દ્રવ્યો પૈકી મુખ્યત્વે તે આત્મ દ્રવ્ય અને તેની ઉત્કર્ષતા અર્થાત્ આત્મસાધનાનું સત્યસ્વરૂપ સમજવા માટે આ નયસસુદાયરૂપ સ્યાદ્વાદને આપણે આશ્રય લઈએ તે જ તેને સમજવામાં આપણે ફલિતાર્થ થઈ એ.
૧ નિગમનયે કરી સર્વ જીવને સિદ્ધસમાન કહેવાય છે. કારણ કે નૈગમનય, એક અંશ રહીને પણ સર્વવસ્તુને પ્રમાણ કરે છે. સર્વ જીવના આઠ રૂચકપ્રદેશ, નિર્મલ સિદ્ધ સ્વરૂપ છે. તેથી એક અંશે સિદ્ધ છે. જેથી સર્વ જીવને સિદ્ધ સમાન કહ્યા છે.
૨ સંગ્રહનયના મતે સર્વજીવ ચેતના વડે એક સરખા છે. કારણ કે સંગ્રહનયના મતવાળો, સત્તાને જ ગ્રહણ કરે છે. એક નામ લીધાથી સર્વ ગુણ-પર્યાય પરિવાર સહિત આવી જાય, તે સંગ્રહનય કહેવાય છે.
આ પ્રમાણે નૈગમન તથા સંગ્રહન, જ્ઞાનરૂપ ધ્યાનના પરિણામ વિના અને આચાર-કિયાને લક્ષમાં નહિં લેતાં અંશ તથા સત્તાનું ગ્રહણ કરાય છે.