________________
ઉપર
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે ( ૬ સમભિરૂઢ નયના મતે તેરમા ગુણઠાણે કેવલિ હોય, તેને પણ સિદ્ધ કહે. જેમકે શિિિહંસિદ્ધ મલ્હો આ નય તે એક અંશ ઓછી વસ્તુને પણ પુરેપુરી કહે. એટલે જે વસ્તુના કેટલાક ગુણ પ્રગટયા નથી, પણ અવશ્ય પ્રગટશે, એવી વસ્તુને વસ્તુ કહે છે. અહિં કેવલીને ચાર ઘાતિકર્મના ક્ષયે ક્ષાયિક ભાવે (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન (૩) અનંત ચારિત્ર (૪) અનંતવીર્ય, એ ચાર ગુણ પ્રગટ્યા છે. અને અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અવ્યાબાધપણું અને અગુરુલઘુપણું એ ચાર ગુણ બાકી છે. પણ તે અવશ્ય પ્રગટશે. એટલે આ નયના મતે કેવલી પણ સિદ્ધ કહેવાય છે.
૭ એવંભૂતનયના મતે સંપૂર્ણ અષ્ટકર્મના ક્ષય, મેક્ષ સ્થાનમાં જે જીવ પહોંચ્યા હોય તેને જ સિદ્ધ કહે છે. કારણ કે આ નય, જે વસ્તુ પિતાના ગુણે સંપુર્ણ છે, અને પિતાની ક્રિયા કરે છે, તેને જ, તે, વસ્તુ કહી બોલાવે. જેથી સિદ્ધ પરમાત્માઓ કર્મમળરહિત, નિર્મલ સકલ સંપુર્ણ પિતાના જ્ઞાનાદિક સ્વધર્મ, આત્મ-સત્તાને વિષે પ્રકાશ કરે, પ્રગટ કરે છે, તેથી આ નયના મતે તેજસિદ્ધ છે.
આ પ્રમાણે શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યેય પૂર્વક સાતને કરી, જીવની વિચારણા કરી. આ રીતની વિચારણાથી આત્માને કે ખ્યાલ પેદા થાય છે, તે વિચારીએ. સાતે નયપૂર્વક થતી જીવની વિચારણાથી આત્માને નીચે મુજબને ખ્યાલ અનુક્રમે પેદા થાય છે.