________________
સાતનયની સમજ
૧૪૫ શબ્દને જ પ્રયોગ કરશે. અવયવ અને અવયવીને સંબંધ છઠ્ઠી વિભક્તિથી બતાવશે.
શબ્દનય” એક અર્થને (વસ્તુને) કહેનાર અનેક જુદાજુદા શબ્દો (પર્યાયવાચી શબ્દો) માંથી કેઈપણ એક શબ્દને તે અર્થ (વસ્તુ) દર્શાવવા માટે વાપરવાનું અગ્ય માનતો નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ કાળ, લિંગ આદિના ભેદે અર્થ ભેદ (વસ્તુ ભેદ) માને છે.
અહિં પ્રસંગત સમજવું ઉપયોગી છે કે જે પ્રસંગે. જે નય, ઉપયોગી હોય તે પ્રસંગે તે નયનું પ્રાધાન્ય સ્વીકાર્યા સિવાય છુટકે નથી. વ્યવહાર નયના પ્રસંગે સંગ્રહ નયને ઉપયોગ કરીએ તે પત્ની, માતા, બહેન, શેઠ, નોકર, વચ્ચેનો ભેદ રહેશે નહિં. અને અનેક ગોટાળા થવા પામશે. સંગ્રહ નયના સ્થળે કેવળ વ્યવહાર નયનો ઉપયોગ કરવામાં આવે તે ઠામઠામ જુદાઈ જ જુદાઈ જણાશે. અને પ્રેમ ભાવનાને નાશ થશે. જ્યાં શબ્દ નયની ઉપગિતા છે ત્યાં નગમ નયને લાગુ પાડતાં, જેનામાં સાધુત્વના કંઈ પણ ગુણે નહિં હોય એવા કેવળ સાધુ વેષ ધારીને નિગમ નયવાળે સાધુ કહેશે, અને વેષ ઉપરાંત બાહ્ય ક્રિયા કરનારને વ્યવહાર નયવાળે સાધુ કહેશે. પરંતુ શબ્દ નયવાળે એ બન્નેને દંભી ગણી અસાધુ જ કહેશે. અને જેમાં ખરી સાધુતા હશે તેને જ સાધુ કહેશે. આવા પ્રસંગે મુખ્યતા શબ્દ નયની છે. એટલે ક્યા પ્રસંગે કયા નયને ઉપયોગ