________________
૧૪૩
સાતનયની સમજ જ પદાર્થ સમજવાની દ્રષ્ટિ, તેને શબ્દનય કહેવાય છે. દાખલા તરીકે કુંભ, કળશ, વગેરે ઘટ (ઘડા)ને પર્યાયવાચક શબ્દ છે. એ રીતે ભૂપતિ, રાજા, ગૌબ્રાહ્મણ પ્રતિપાળ વગેરે રાજાના જ પર્યાયવાચક શબ્દ છે. ત્યાં કેઈપણ પર્યાયવાચક શબ્દ વડે ઉચ્ચાર કરવાથી તે પર્યાયવાચક શબ્દને ઘડા યા રાજાના જ અર્થમાં માનવો-સમજ તે શબ્દનય કહેવાય છે. એટલે આ નયની દ્રષ્ટિ, પર્યાય (એકાઈ) વાચી શબ્દોને એકાWવાચી માનવાવાળી છે. પરંતુ તેમાં કાળ, લિંગ વગેરેને ભેદ જે પડતું હોય તે તે ભેદને લીધે એકાર્યવાચી શબ્દોને પણ અર્થભેદ માને છે.
રાજગૃહ નગર આજે પણ મોજુદ હોવા છતાં પૂર્વકાળનું તે રાજગૃહ, જુદા પ્રકારનું હોવાના કારણે, રાજગૃહનું વર્ણન કરનાર તો એમ જ લખે છે કે “મગધદેશનું પાટનગર રાજગહ હતું.” આ પ્રમાણે કાળભેદે અર્થભેદને વ્યવહાર, આ નયઅંગે છે.
આ શબ્દનયીનું માનવું એમ છે કે જે વર્તમાનકાળ, ભૂત કે ભાવિથી જુદો હોઈ માત્ર તે જ સ્વીકારાય, તો એક અર્થમાં વપરાતા ભિન્નભિન્ન લિંગ, કાળ, સંખ્યા, કારક, પુરૂષ, ઉપસર્ગવાળા શબ્દોના અર્થો પણ જુદા જુદા શા માટે માનવામાં ન આવે? જેમ ત્રણે કાળમાં સૂત્રરૂપ એક વસ્તુ કેઈ નથી, પણ વર્તમાનકાળ સ્થિત જ વસ્તુ એકમાત્ર વસ્તુ છે તેમ ભિન્નભિન્ન લિંગવાળા, ભિન્નભિન્ન સંખ્યાવાળા અને ભિન્નભિન્ન કાળાદિવાળા શબ્દો વડે કહેવાતી