________________
સાતનયની સમજ
૧૪૧ વવા રૂપે તેના ભેદો કરવા પડે. માત્ર કપડું કહેવાથી જુદી
જુદી જાતનાં કપડાંઓની સમજ પડતી નથી. જેથી કપડાનો વિભાગ કર્યા સિવાય દેતી કે મલમલ લેવા ઈચ્છનાર તે મેળવી શક્તા નથી. કેમકે કપડું અનેક જાતનું હોવાથી ખાદીનું કપડું કે મિલનું કપડું એવા ભેદો કરવા પડે છે. એ જ રીતે તત્વજ્ઞાનના પ્રદેશમાં સરૂપ વસ્તુ, જડ અને ચેતન એમ બે પ્રકારે બતાવવી, અને એ બે પ્રકારનું પણ ભેદ બહુલ વિસ્તૃત વિવેચન કરવું પડે છે. આ જાતના પૃથક્કરણોન્મુખ બધા વિચાર, વ્યવહારનયની શ્રેણિમાં મૂકવામાં આવે છે. “આત્મા એક છે” એમ સંગ્રહનયે કહ્યું, પણ એના (આત્માના) ભેદો તેમજ પેટા ભેદો પાડી એ બધાને વિશેષ વિવેચનથી બતાવવા એ વ્યવહાર નયની. પદ્ધત્તિ છે. ટુંકમાં “પૃથકકરણરૂપ બુદ્ધિવ્યાપાર, એ “વ્યવહારનય ” છે. વિશેષ સ્વરૂપને ઉપયોગ કર્યા સિવાય પિતાનું કામ સરી શકતું નથી. માટે જ્યાં જેવા ઉલ્લેખથી કામ સરે, ત્યાં તે ઉલ્લેખ કરે પડે છે. સંગ્રહ અને વ્યવહાર એ બન્ને નયના અભિપ્રાયે એક બીજાથી વિરૂદ્ધ હોવા છતાં જીવનકાર્યમાં એક બીજાના પૂરક અને ઉપયોગી છે. આ વ્યવહાર નયમાં જે “વિશેષ” બતાવવામાં આવે છે, તેને સામાન્યગામી વિશેષ સમજવું. કારણ કે પ્રથમના આ ત્રણે નયે “દ્રવ્યાર્થિક” એટલે વસ્તુના સામાન્ય અર્થને અનુસરનારા છે. વિશેષગામી વિશેષ તે છેલ્લા ચાર નય કે જે પર્યાયાર્થિક છે, તેમાં જોવા મળે છે. - ૪ ઋજુસૂત્રનય–પર્યાય (અવસ્થા)ના આધાર ભૂત