________________
૧૪૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે વિચારે સામાન્ય તત્ત્વને લઈ વિવિધ વસ્તુઓનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય, તે બધા, સંગ્રહનયની જ શ્રેણિમાં મૂકી શકાય.
૩ વ્યવહારનય-ઇન્દ્રિય પ્રત્યક્ષ ઉપર જ વધુ મહત્વ મૂકી, વસ્તુના સામાન્યને ગૌણ ગણી, વિશેષની જ મુખ્ય તાએ, સ્વીકૃત દ્રષ્ટિકોણ, તે વ્યવહારનય કહેવાય છે. સંગ્ર હોયે, વસ્તુના સામાન્ય રૂપથી જે સંગ્રહીકરણ કર્યું છે, તેના વિભાગ કરીને વસ્તુમાં રહેલા વિશેષ અર્થને છૂટો પાડી, આ વ્યવહારનય આપણને વિશેષને જ પરિચય કરાવે છે. આ વ્યવહારનયનું લક્ષ્ય એ હેય છે કે સામાન્યથી કશી પણ અર્થ કિયા થતી નથી. વિશેષથી જ કામ ચાલે છે. માણસે આવા છે, એમ કહેવા કરતાં, “અમુક માણસ આવા છે,” તથા બહુ જ સુંદર ઝાડે છે એમ કહેવા કરતાં ફલાણું ફલાણું ઝાડ સુંદર છે, મોટાં મોટાં કારખાનાં છે, એમ કહેવા કરતાં અમુક અમુકનું કારખાનું મેટું છે, એ રીતે વિશેષરૂપના લક્ષ્યપૂર્વક કરાતે ભાષા વ્યવહાર, તેને વ્યવહારનય કહેવાય છે.
વિવિધ વસ્તુઓને એકરૂપે અર્થાત્ સામાન્યરૂપે નિર્દેશ કર્યાબાદ તેને વ્યવહારઉપયેગી કરવાનો પ્રસંગ આવે, ત્યારે તેની વિશેષ સમજે આપવા માટે તેનો વિશેષરૂપે ભેદ કરી પૃથક્કરણ કરવું પડે. જેમકે કાપડ ખરીદવા ટાઈમે કઈ કઈ જાતનું કાપડ તે ગ્રાહકને લેવું છે, તેને ખ્યાલ દુકાનદાર વ્યાપારીને આપવા માટે તેની વિશેષ જાતે બતા