________________
સાતનયની સમજ
૧૩૦ આપણે જોઈશું તે, વ્યવહારમાં આ રીતે આપણે માત્ર સામાન્ય અર્થની ઘણું વાત કરતા હોઈએ છીએ. કેઈ અમુક વ્યક્તિ કે અમુક વસ્તુની સ્પષ્ટતાની જરૂર ન હોય, ત્યાં, માણસે આવા હોય છે, એમ સામાન્ય અર્થમાં પણ આપણે ભાષા વ્યવહાર કરીએ છીએ. એ રીતે બેલાતી. હકિકત તે સંગ્રહ નયરૂપે બેલાતી હકિકત કહેવાય છે.
એવી રીતે જડ અને ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે સત્વરૂપ “સામાન્ય” તત્વ રહેલું છે, તે તત્વઉપર નજર રાખી બીજા વિશેષ ને લક્ષમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપ સમજી એમ વિચારવું કે સરૂપ વિશ્વ એક છે (કારણ કે સત્તા વિનાની કોઈ વસ્તુ નથી), તે. સંગ્રહનયની દ્રષ્ટિ છે.
એક આત્મા છે” એ કથનથી વસ્તુતઃ બધાને એક આત્મા સિદ્ધ થતું નથી. પ્રત્યેક શરીરે આત્મા જુદો છે. છતાં બધા આત્માઓમાં રહેલ સામાન્ય ચિતન્યતત્ત્વને આશ્રીને “એક આત્મા છે” એવું કથન થાય છે, જે, સંગ્ર હનયની દ્રષ્ટિ છે.’
આપણે જોઈશું તે સમજી શકાસે કે સંગ્રહનયના. સામાન્ય તત્ત્વપ્રમાણે ચડતા ઉતરતા અનંત દાખલાઓ કલ્પી શકાય. આ સંગ્રહનય તે “સામાન્ય” તત્વને આશ્રિત. હેઈ, સામાન્ય જેટલું વિશાળ એટલે સંગ્રહનય વિશાળ. અને સામાન્ય જેટલું નાનું એટલે તે સંગ્રહનય ટૂંકે. પણ,