________________
૧૪૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
એવા દ્રવ્યને સર્વથા અપલાપ કરી, પર્યાયનું જ પ્રાધાન્ય પણું સ્વીકારે. એટલે કે વસ્તુના પર્યાયને અનુલક્ષીને વસ્તુ સ્વરૂપનું વર્ણન કરે. તેમાં પણ ભૂત, ભવિષ્ય, વસ્તુપર્યાયને નહિં ગ્રહણ કરતાં કેવળ વર્તમાન વસ્તુપર્યાયને જ ગ્રહે. અને તે પણ પિતાના જ, પણ પારકી અન્ય વસ્તુના નહિં. આ રીતને દ્રષ્ટિકોણ તે જુસૂત્ર નય કહેવાય.
જે દ્રષ્ટિ તત્વને ફક્ત વર્તમાનકાળ પૂરતું જ સ્વીકારે છે. અને ભૂત તથા ભવિષ્યકાળને, કાર્યને અસાધક માની તેમને સ્વીકાર નથી કરતી, તે ક્ષણિકદ્રષ્ટિ અનુસૂત્ર નય કહેવાય છે.
ત્રાજુસૂત્રનયને સુખ–દુઃખની પણ વર્તમાન અવસ્થા જ માન્ય છે. તે તે કહે છે કે વર્તમાનમાં ઉપસ્થિત હોય તે જ ખરું છે. કોઈ ગૃહસ્થ સાધુ ધર્મની શુભ મનોવૃત્તિવાળે હોય ત્યારે તેને આ નય સાધુ કહે “સામાચિમ a #g, સમોવ લાવો હૃવરૂ ના;” અને કેઈ સાધુના વેષમાં છતાં અસંયમિવૃત્તિવાળો હોય ત્યારે તેને આ નય, સાધુ ન કહેતાં અવતી જ કહે. સામાયિકમાં બેઠેલે માણસ જે બુરા વિચારમાં પડેલે હોય તે તે આ નયના હિસાબે
ઢેડવાડે” ગયે કહેવાય. આ જાતના માત્ર વર્તમાનકાળ પૂરતા વિચારેને જુસૂત્રનયની કટિમાં મૂકવામાં આવે છે.
૫ શબ્દ નય–પર્યાયની ભિન્નતાથી વસ્તુને ભેદ નહિ ગણતાં અનેક શબ્દો વડે એકાઈ વાચક પદાર્થને એક