________________
૧૩૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ત્યારે તે દરેક માતાનું ખાસ નામ છેડી સમ્યગ્દર્શન નામ ધારણ કરે છે.
પિતાને અભિપ્રાય એકાંશસ્પશી હોવા છતાં તે વસ્તુના બીજા અવિવક્ષિત અંશ પરત્વે માત્ર ઉદાસીન હોય, અર્થાત્ તે અંશનું નિરસન કરવાને આગ્રહ ધરાવતું ન હોય, અને પોતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવર્તતે હોય તો તે પરિશુદ્ધ નયવાદ છે. તેથી ઉલટું જે અભિપ્રાય પિતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અંશેનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે.
પરિશુદ્ધ નયવાદ એક અંશને પ્રતિપાદક છતાં ઈતર અને નિરાસ નહિં કરતો હોવાથી તેને બીજા નયવાદ સાથે વિરોધ હોતું નથી એટલે છેવટે તે શ્રુત પ્રમાણના અખંડ વિષયને જ સાધક બને છે, અર્થાત્ નયવાદ તે જે કે અંશગામી હોવા છતાં પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હોય, તે તેના વડે છેવટે શ્રુતપ્રમાણસિદ્ધ અને અનેક ધર્માત્મક આખી વસ્તુનું સમર્થન થાય છે.
સારાંશ એ છે કે કેઈપણ એક પરિશુદ્ધ નયવાદ પોતપિતાના અંશભૂત વક્તવ્ય દ્વારા એકંદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઉલટું અપરિશુદ્ધ નયવાદ, માત્ર પિતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિં, પણ સ્વપક્ષ શુદ્ધાનું નિરસન કરે છે. કારણ કે, તે, જે, બીજા અંશને અવગણ પિતાના વક્તવ્યને કહેવા માંગે છે, તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય